Woman Kisses King Cobra: :કિંગ કોબરાને પહેલા આ મહિલાએ કરી કિસ ત્યારબાદ નાચવા લાગી, જુઓ વીડિયો
Woman Kisses King Cobra: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં મહિલા કોબરા સાથે રોમાંસ કરતી જોવા મળે છે. વીડિયોમાં મહિલા તેને કિસ કરતી જોવા મળે છે.
Woman Kisses King Cobra: કિંગ કોબ્રા વિશ્વનો સૌથી લાંબો ઝેરી સાપ છે. તેને સ્પર્શ કરવાનું ભૂલી જાવ, તેની નજીક જવું પણ જીવલેણ બની શકે છે. માત્ર માણસો જ નહીં પરંતુ પ્રાણીઓ પણ તેનાથી દૂર રહે છે પરંતુ સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તે જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. વાસ્તવમાં, વાયરલ ક્લિપમાં, એક મહિલા કિંગ કોબ્રાની પાસે સૂઈને વિચિત્ર રીતે ડાન્સ કરતી જોવા મળે છે, પરંતુ કોઈ પણ ડર વિના તેની જીભ વડે સાપને સ્પર્શ કરતી જોવા મળે છે. આ વીડિયો વિશે નેટીઝન્સ અલગ-અલગ વાતો કરી રહ્યા છે. કેટલાકે તો સ્ત્રીની સરખામણી ઇચ્છાધારી નાગ સાથે પણ કરી છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક દેશી મહિલા પોતાની જીભથી ફેણવાળા કોબ્રાને ચાટતી અને ચુંબન કરતી જોવા મળે છે. બાદ મહિલા ઝેરીલા સાપને જોઈને વિચિત્ર રીતે ડાન્સ કરવા લાગે છે. વીડિયોમાં મહિલા વારંવાર સાપને જીભથી ચાટતી જોઈ શકાય છે.
View this post on Instagram
આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ કેટલાક યુઝર્સ રાજસ્થાનના નાગૌરનો હોવાનું કહી રહ્યા છે. વીડિયોમાં દેખાતી મહિલાએ પોતે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ lucky_udaan4090 પર શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
એક યુઝરે કમેન્ટ કરી કે, સાપ સાથે આવા ખતરનાક વર્તનને પ્રોત્સાહન આપવું યોગ્ય નથી. આ સાવ મૂર્ખતા છે. અન્ય યુઝર કહે છે કે, વન્યજીવોનું સન્માન કરો. તમે તમારા અંગત ફાયદા માટે પ્રાણીને શા માટે પરેશાન કરો છો? અન્ય એક યૂઝરે આશ્ચર્યચકિત થઈને લખ્યું કે, આ ઈચ્છાધારી નાગિન હશે. અન્ય એક યુઝરે લખ્યું, ઇચ્છાધારી નાગનો રોમાન્સ.
આકિંગ કોબ્રાની લંબાઈ 18.8 ફૂટ (5.7 મીટર) સુધીની હોઈ શકે છે. કોબ્રામાં જે ફેણ હોય છે તે તેની ગરદનની પાંસળીને વિસ્તૃત કરીને બનાવવામાં આવે છે. જ્યારે તેને ખતરો લાગે છે ત્યારે તે આવું કરે છે. તેનું ઝેર એટલું શક્તિશાળી છે કે તે 45 મિનિટમાં માણસોને મારી નાખવામાં સક્ષમ છે. આ સાપ એક સમયે 600 મિલિગ્રામ જેટલું ઝેર છોડે છે.