ખરાબ વાળ કાપી આપતા 10 વર્ષનો છોકરો ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો, ગુસ્સે ભરાયો ને પોલીસને બોલાવી
ચીનમાં એક બાળકે પોતાના હેરકટ ખરાબ થઈ જતા તે એટલો બધો નારાજ અને ગુસ્સે થઈ ગયો હતો કે તેણે પોલીસને બોલાવી હતી.
આપણે બધા જાણીએ છીએ કે ક્યારેક કોઈ સલૂનમાં આપણે વાળ કપાવા જઈએ અને વાળંદ વાળ ખરાબ રીતે કાપે ત્યારે કેવા આપણે નિરાશ અને ગુસ્સે થઈ જતા હોઈએ છીએ. એક ખરાબ હેરકટ આપણા મૂડને ખરાબ કરી નાખે છે. જો કે, હેરકટ થઈ ગયા પછી શું કરવાનું ? ચીનમાં એક બાળકે પોતાના હેરકટ ખરાબ થઈ જતા તે એટલો બધો નારાજ અને ગુસ્સે થઈ ગયો હતો કે તેણે પોલીસને બોલાવી હતી.
એસસીએમપી અનુસાર, દક્ષિણપશ્ચિમ ચીનમાં એક 10 વર્ષના કિશોરના વાળ સંતોષકારક ના કાપતા પોલીસને આ મામલે દરમિયાનગીરી કરવાનું કહ્યું હતું. આ ઘટના આ અઠવાડિયાની શરૂઆતમાં Guizhouના અંશુનમાં બની હતી, જ્યારે છોકરો હેરકટ કરાવવા ગયો હતો અને સંતોષકારન વાળ ન કાપ્યા પછી વાળંદ પર ખૂબ ગુસ્સે થયો હતો.
ચીનમાં આ છોકરાનો વીડિયો ખૂબ વાયરલ થયો છે અને લોકો છોકરાની આ હરકતને લઈને પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક યુઝરે વીબો પર લખ્યું કે, તેનો પોતાનો મત છે. હું તેની પ્રશંસા કરું છું. જ્યારે એક નેટીજને લખ્યું કે, તેણે એ જ કર્યું જે ઘણા લોકો કરવા માંગે છે પણ હંમેશા ડરે છે. બાળ કાપવા પર નખરા કરનાર બાળક છે બીજુ કંઈ નવું નથી. ઉલ્લેખનીય છે કે ભારતમાં એક નાના છોકરાનો વીડિયો ગત વર્ષે ખૂબ વાયરલ થયો હતો. છોકરાના પિતાએ વીડિયો પોસ્ટ કર્યો હતો તેમાં તે વાળંદને કહે છે ‘અરે યાર... મત કાંટો’.. આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો.