14 વર્ષના છોકરાએ કરી 13 વર્ષની છોકરીની ઘાતકી હત્યા, 114 વાર માર્યા ચપ્પૂના ઘા
એક 14 વર્ષના છોકરા એડન ફૂસી પર એક 13 વર્ષની ચીટરલીડર બેલીની ચપ્પૂના ઘા મારીને હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વળી છોકરીનો મૃતદેહ આ મહિનાની શરૂઆતમાં પૂર્વોત્તર ફ્લૉરિડાના જંગલમાં મળી આવ્યો હતો.
![14 વર્ષના છોકરાએ કરી 13 વર્ષની છોકરીની ઘાતકી હત્યા, 114 વાર માર્યા ચપ્પૂના ઘા 14 year old boy killed 13 year old girl in florida with stabbed 14 વર્ષના છોકરાએ કરી 13 વર્ષની છોકરીની ઘાતકી હત્યા, 114 વાર માર્યા ચપ્પૂના ઘા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/30/c0a694bdb9d450435242ae07d5fb64ca_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ફ્લૉરિડામાં એક ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. ખરેખરમાં અહીં એક 14 વર્ષના છોકરા એડન ફૂસી પર એક 13 વર્ષની ચીટરલીડર બેલીની ચપ્પૂના ઘા મારીને હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વળી છોકરીનો મૃતદેહ આ મહિનાની શરૂઆતમાં પૂર્વોત્તર ફ્લૉરિડાના જંગલમાં મળી આવ્યો હતો. કોર્ટના રેકોર્ડ અનુસાર, સેન્ટ જૉન્સ કાઉન્ટીમાં સ્ટેટ એટોર્નીના કાર્યાલયે ગુરુવારે ગ્રાન્ડ જૂરી દ્વારા તેને પ્રથમ શ્રેણીની હત્યાના આરોપમાં આરોપી ઠેરવ્યો છે.
સાથે જ એડન ફૂસીના મામલાને કિશોરથી વયસ્ક કોર્ટમાં શિફ્ટ કરવા માટે એક નૉટિસ દાખલ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યુ છે કે ફૂસીને આજીવન કારાવાસની સજા થઇ શકે છે. વળી રાજ્યના એટોર્ની આરજે લારિજાએ એક ઇન્ટરવ્યૂમાં બતાવ્યુ કે ફૂસીએ છોકરીને 114 વાર ચપ્પૂના ઘા માર્યા હતા. વળી તપાસકર્તાએ કહ્યું કે, ફૂસીએ કેટલાક દોસ્તોને પણ બતાવ્યુ હતુ કે તેને કોઇને મારવાની યોજના બનાવી હતી. જોકે એ સ્પષ્ટ ન હતુ કે તે બેલીને મારવાનો છે.
ફૂસી પર લાગ્યો હત્યાનો આરોપ....
બેલીને છેલ્લીવાર 9 મેના દિવસે જેક્સનવિલેના દક્ષિણમાં ડર્બિન ક્રૉસિંગ સમુદાયના સામુદાયિક કેન્દ્રમાં રાખવામા આવી હતી. વળી સેન્ટ જૉન્સ કાઉન્ટી શેરિફ કાર્યાલયે કહ્યું કે, બેલીના માતા-પિતાએ તેને સવાર પછી તેના ગુમ થવાની સૂચના આપી, અને એક પાડોશીને તેનો મૃતદેહ જંગલમાં પડેલો મળ્યો હતો. ત્યારબાદ ફૂસીને બીજા દિવસે હત્યાના આરોપમાં પકડી લેવામાં આવ્યો હતો.
ફૂસીના ઘરની નજીક મળ્યો મૃતદેહ....
તપાસ રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ છે કે છોકરીનો મૃતદેહ છોકરાના ઘરની નજીકથી મળી આવ્યો છે. વળી રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે એક મરજીવાની ટીમને નજીકના તળાવમાંથી એક ચપ્પૂ મળ્યુ, જેને તપાસકર્તાઓનુ માનવુ છે કે આ હત્યાનુ હથિયાર હતુ. જ્યારે સીસીટીવી ફૂટેજ પ્રમાણે 9 મેએ બેલીને છેલ્લીવાર ફૂસીની સાથે જોવામા આવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)