શોધખોળ કરો
Advertisement
PM મોદીની મોટી કૂટનીતિક સફળતા, ઇટાલીનાં બદલે 2022માં ભારતમાં યોજાશે G-20 સમ્મેલન
નવી દિલ્હી: જી-20 સમ્મેલનમાં ભારતને એક મોટી સફળતા મળી છે. 2022માં ભારત જી-20 શિખર સમ્મેલનની મેજબાની કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આ જાહેરાત કરી હતી. આ સફળતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી કૂટનીતિક સફળતા માનવામાં આવી રહી છે. જી-20નું આયોજન ઇટાલીમાં થવાનું હતું. જે હવે ભારતમાં યોજાશે. ત્યારે ભારત 75મો સ્વતંત્ર દિવસ ઉજવશે.
પીએમ મોદીએ અહીં આર્જેન્ટિનાની રાજધાનીમાં આયોજિત બે દિવસીય સમ્મનેલના સમાપન સમારોહની જાહેરાત કરી હતા. વર્ષ 2022માં જી-20 સમ્મેલનું આયોજન ઇટાલીમાં થવાનું હતું. ભારતને તેની મેજબાની મળ્યા બાદ મોદીએ ઇટાલીનો આભાર માન્યો હતો. તેની સાથે જ તેઓએ જી-20 સમૂહના નેતાઓને 2022માં ભારત આવવા માટે આમંત્રણ આપ્યું. 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે.
પીએમ મોદીએ જાહેરાત કર્યા બાદ ટ્વીટ કર્યું કે, વર્ષ 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ વિશેષ વર્ષમાં ભારત જી-20 શિખર સમ્મેલમાં વિશ્વનું સ્વાગત કરવાની આશા વ્યક્ત કરે છે. વિશ્વની સૌથી ઝડપી ઉભરતી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતમાં આવે. ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને વિવિધતા વિશે જાણો અને ભારતના અતિથ્યનો અનુભવ કરો.
ઉલ્લેખનીય છે કે, આર્થિક અને કૂટનીતિક મુદ્દાઓ માટે જી-20 સમ્મેલન ખુબ જ મહત્વની સંસ્થાઓ છે. જેમાં 20 દેશોનાં નાણામંત્રીઓ અને કેન્દ્રી બેંકના ગવર્નર્સનું એક સંગઠન છે. જેમાં ભારત, અમેરિકા, ફ્રાંસ, જર્મની, ઇટાલી સહિતનાં 19 દેશો અને યુરોપ સંઘ પણ જોડાયેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement