શોધખોળ કરો

Earthquake : આ દેશમાં જોરદાર આવ્યો ભૂકંપનો આંચકો, લોકો ઘરથી બહાર દોડ્યાં, જાણો અપડેટ

Earthquake in Indonesia: સોમવારે (21 એપ્રિલ) ઇન્ડોનેશિયાના સેરમ આઇલેન્ડ પર 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ માહિતી જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ (GFZ) દ્વારા આપવામાં આવી છે.

Earthquake in Indonesia: સોમવારે (21 એપ્રિલ) ઇન્ડોનેશિયાના સેરમ આઇલેન્ડ પર 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ માહિતી જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ (GFZ) દ્વારા આપવામાં આવી છે. GFZ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર ઊંડે હતું. આ ભૂકંપના કારણે કોઈના ઘાયલ થયાના કે કોઈ નુકસાનના સમાચાર નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપ 11:50 વાગ્યે (IST) કોટામોબાગુ, સુલાવેસી, ઇન્સેરામ ટાપુ પર દક્ષિણપૂર્વમાં આવ્યો હતો.

ઇન્ડોનેશિયામાં વધુ ધરતીકંપ શા માટે થાય છે?

ઇન્ડોનેશિયામાં ઘણીવાર કુદરતી આફતો આવે છે કારણ કે આ દેશ 'રિંગ ઓફ ફાયર' નામના વિસ્તારમાં આવે છે. આ સાથે જાવા અને સુમાત્રા જેવા ટાપુઓ પણ આ વિસ્તારનો ભાગ છે. આ વિસ્તાર પ્રશાંત મહાસાગરના કિનારે ફેલાયેલો છે અને તેને વિશ્વનો સૌથી ખતરનાક જમીન વિસ્તાર માનવામાં આવે છે. જ્વાળામુખી વિસ્ફોટ અને ભૂગર્ભ હિલચાલને કારણે અહીં ભૂકંપ આવે છે. આ ભૂકંપના કારણે ઘણી વખત સુનામી પણ આવે છે. આ 'રિંગ ઓફ ફાયર' અંદાજે 40 હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે.

વિશ્વના 75% સક્રિય જ્વાળામુખી અહીં જોવા મળે છે. અમેરિકાના જિયોલોજિકલ સર્વેના રિપોર્ટ અનુસાર વિશ્વના 90% ભૂકંપ આ વિસ્તારમાં આવે છે. 81% મોટા ભૂકંપ પણ આ પ્રદેશમાં આવે છે. હવે અહીંના લોકોએ ભૂકંપથી ઈમારતોને બચાવવા જૂના ટાયરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે જેથી આંચકાની અસર ઓછી કરી શકાય.

ભૂકંપ વખતે શું કરવું?

જો તમે ઘરની અંદર છો:એક મજબૂત ટેબલ અથવા ડેસ્કની નીચે છુપાઇ જાવ અને તમારા માથાને ઓશીકા  વડે ઢાંકો.

દરવાજા, બારીઓ, ભારે કબાટ, પંખા અને કાચથી દૂર રહો.

જો બહાર જવાનું શક્ય ન હોય તો રૂમના એક ખૂણામાં બેસી જાઓ

જો તમે બહાર હોવ તો:

ઈમારતો, પુલ, વીજ થાંભલા અને વૃક્ષોથી દૂર રહો.

ખુલ્લા મેદાનમાં સુરક્ષિત જગ્યાએ બેસો અને શાંત રહો.

જો તમે વાહન ચલાવતા હોવ તો:

ખુલ્લી જગ્યામાં વાહનને હળવાશથી રોકો.

પુલ, ફ્લાયઓવર કે ઝાડ નીચે રોકશો નહીં.

જો તમે ભીડવાળી જગ્યાએ હોવ તો:

ગભરાશો નહીં, નાસભાગ ટાળો.

ધીમે ધીમે સલામત સ્થળ તરફ આગળ વધો.

લિફ્ટનો ઉપયોગ કરશો નહીં, સીડીનો ઉપયોગ કરો, તે વધુ સુરક્ષિત છે.        

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ટ્રમ્પે ફરી આપ્યો ટેરિફનો ઝટકો, વિદેશી દવાઓ પર લગાવ્યો 100 ટકા ટેક્સ
ટ્રમ્પે ફરી આપ્યો ટેરિફનો ઝટકો, વિદેશી દવાઓ પર લગાવ્યો 100 ટકા ટેક્સ
Pakistan vs Bangladesh: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયા કપની ફાઈનલ, બાંગ્લાદેશનો સુપર-4માં પરાજય
Pakistan vs Bangladesh: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયા કપની ફાઈનલ, બાંગ્લાદેશનો સુપર-4માં પરાજય
Gujarat Rain: બે વરસાદી સિસ્ટમ સક્રિય, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: બે વરસાદી સિસ્ટમ સક્રિય, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
વોલોદિમીર ઝેલેન્સકીનું મોટું નિવેદન, 'રશિયા સાથે યુદ્ધ સમાપ્ત થતા જ છોડી દઈશ રાષ્ટ્રપતિ પદ'
વોલોદિમીર ઝેલેન્સકીનું મોટું નિવેદન, 'રશિયા સાથે યુદ્ધ સમાપ્ત થતા જ છોડી દઈશ રાષ્ટ્રપતિ પદ'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બે કલાકનો ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : પ્રાકૃતિક ખેતીમાં 'અપ્રાકૃતિક' ભ્રષ્ટાચાર
Hun To Bolish : હું તો બોલીશ : હિંસાનું સોશલ મીડિયા કનેક્શન?
CM Press Conference : આવતી કાલે મુખ્યમંત્રી અને પાટીલની પત્રકાર પરીષદ, થઈ શકે છે મોટી જાહેરાત
Love Marriage Law : લવ મેરેજના કાયદામાં ફેરફારની માંગ બની પ્રબળ, કાંકરેજમાં નીકળી વિશાળ રેલી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પે ફરી આપ્યો ટેરિફનો ઝટકો, વિદેશી દવાઓ પર લગાવ્યો 100 ટકા ટેક્સ
ટ્રમ્પે ફરી આપ્યો ટેરિફનો ઝટકો, વિદેશી દવાઓ પર લગાવ્યો 100 ટકા ટેક્સ
Pakistan vs Bangladesh: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયા કપની ફાઈનલ, બાંગ્લાદેશનો સુપર-4માં પરાજય
Pakistan vs Bangladesh: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયા કપની ફાઈનલ, બાંગ્લાદેશનો સુપર-4માં પરાજય
Gujarat Rain: બે વરસાદી સિસ્ટમ સક્રિય, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: બે વરસાદી સિસ્ટમ સક્રિય, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
વોલોદિમીર ઝેલેન્સકીનું મોટું નિવેદન, 'રશિયા સાથે યુદ્ધ સમાપ્ત થતા જ છોડી દઈશ રાષ્ટ્રપતિ પદ'
વોલોદિમીર ઝેલેન્સકીનું મોટું નિવેદન, 'રશિયા સાથે યુદ્ધ સમાપ્ત થતા જ છોડી દઈશ રાષ્ટ્રપતિ પદ'
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
'ટૂથપેસ્ટથી લઈ ટ્રેક્ટર સુધી લોકો માટે ટેક્સ ઓછો થયો', PM મોદી બોલ્યા- કૉંગ્રેસ GST પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે
'ટૂથપેસ્ટથી લઈ ટ્રેક્ટર સુધી લોકો માટે ટેક્સ ઓછો થયો', PM મોદી બોલ્યા- કૉંગ્રેસ GST પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે
ભારતીય વાયુસેનાને મળશે 97 તેજસ Mk1A ફાઈટર જેટ, HAL સાથે 62,370 કરોડનો ઐતિહાસિક કરાર 
ભારતીય વાયુસેનાને મળશે 97 તેજસ Mk1A ફાઈટર જેટ, HAL સાથે 62,370 કરોડનો ઐતિહાસિક કરાર 
Medicines To Avoid In Pregnancy: પ્રેગ્નેન્સીમાં ક્યારેય ન ખાવી જોઈએ આ દવાઓ, ટ્રંપના પેરાસિટામોલ વિવાદ વચ્ચે જાણી લો જરુરી વાત
Medicines To Avoid In Pregnancy: પ્રેગ્નેન્સીમાં ક્યારેય ન ખાવી જોઈએ આ દવાઓ, ટ્રંપના પેરાસિટામોલ વિવાદ વચ્ચે જાણી લો જરુરી વાત
Embed widget