શોધખોળ કરો
અફઘાનિસ્તાન: કાબુલમાં ગુરુદ્વારા પર થયેલા હુમલામાં 27નાં મોત, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
શીખ સમુદાયના સેંકડો લોકો પ્રાર્થના માટે ભેગા થયા હતા. તે દરમિયાન આ હુમલો થયો હતો.

કાબુલ: કોરોના વાયરસના કહેર વચ્ચે અફઘાનિસ્તાની રાજધાની કાબુલમાં બુધવારે મોટો આતંકી હુમલો થયો હતો. કાબુલમાં એક ગુરુદ્વારામાં થયેલા આ હુમલામાં 37 લોકોના મોત થયા હતા. આ ઘટના પર વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું.
કાબુલમાં આ હુમલો સવારે 7.30 વાગ્યે થયો હતો. આ દરમિયાન અહીં શીખ સમુદાયના સેંકડો લોકો પ્રાર્થના માટે ભેગા થયા હતા. હુમલો એટલો ભયંકર હતો કે 27 લોકોના મોત થયા હતા. જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હુમલા બાદ અફઘાની સૈનિકોએ આતંકવાદીઓને જવાબી કાર્યવાહીમાં ઠાર કર્યા હતા. આતંકવાદીઓની સંખ્યા 4 બતાવવામાં આવી રહી છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું, તેમણે લખ્યું કે, આજે ગુરુદ્વારમાં થયેલા આંતકી હુમલમાં ઘણું દુખ થયું. આ હુમલામાં માર્યા ગયેલા તમામ લોકોના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
