(Source: ECI/ABP News/ABP Majha)
Taliban Attack: ઈરાન બાદ આ દેશની સેનાએ પાકિસ્તાનના સૈનિકો પર કર્યો હુમલો, સરહદ પર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
Taliban Attack: ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાન આર્મી અને તાલિબાન વચ્ચે ભીષણ અથડામણ થઈ છે. તાલિબાન બોર્ડર ગાર્ડ્સ અને પાકિસ્તાની સેના વચ્ચે ભારે ગોળીબાર ચાલુ છે.
Taliban Attack: ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાન આર્મી અને તાલિબાન વચ્ચે ભીષણ અથડામણ થઈ છે. તાલિબાન બોર્ડર ગાર્ડ્સ અને પાકિસ્તાની સેના વચ્ચે ભારે ગોળીબાર ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે કુનાર-બાજોર બોર્ડર પર આ લડાઈ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની સૈનિકો ડ્યુરન્ડ લાઇન પર બળજબરીથી વાડ લગાવી રહ્યા હતા અને આ દરમિયાન તાલિબાન સૈનિકોએ તેમનો વિરોધ કર્યો હતો. જ્યારે પાકિસ્તાની સૈનિકો રોકાયા નહીં તો તાલિબાનના સૈનિકોએ ગોળીઓ છોડવાનું શરૂ કરી દીધું. અત્યારે આ ફાયરિંગમાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.
કહેવામાં આવી રહ્યું છે કે લાંબા સમય બાદ પણ પાકિસ્તાની સૈનિકો અને તાલિબાન વચ્ચે લડાઈ ચાલુ છે. આ દરમિયાન, બંને પક્ષોના ઉચ્ચ અધિકારીઓ એકબીજા સાથે વાત કરી રહ્યા છે જેથી તણાવ ઓછો થઈ શકે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે સરહદને લઈને ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. તાલિબાન પક્ષે પાકિસ્તાની સૈનિકો દ્વારા સરહદ પર બળજબરીથી વાડ લગાવવાનો સખત વિરોધ કર્યો છે. તાલિબાનોનું કહેવું છે કે તેઓ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલી ડ્યુરન્ડ લાઇનને અનુસરતા નથી.
પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે સરહદ વિવાદ
પાકિસ્તાનને આશા હતી કે તાલિબાન સરકાર આવ્યા બાદ તેઓ અફઘાન સરહદ પર આસાનીથી વાડ ઉભી કરી દેશે, પરંતુ એવું થતું દેખાતું નથી. તાલિબાન પણ પાકિસ્તાની સેનાનો સતત વિરોધ કરી રહ્યા છે. તાલિબાનનું કહેવું છે કે પેશાવર સુધીનો વિસ્તાર અફઘાનિસ્તાનનો ભાગ છે. જ્યારે પાકિસ્તાનીઓ ડ્યુરન્ડ લાઇનને ટાંકીને તેનો વિરોધ કરે છે. આ મામલે અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે અનેક વખત ગોળીબાર થઈ ચૂક્યો છે. આ પહેલા તોરખામ બોર્ડર પર પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે પાકિસ્તાન મધ્ય એશિયાના દેશો સાથે વેપાર કરી શકતું નથી. પાકિસ્તાને તોરખામ બોર્ડર પર અફઘાન ટ્રક ડ્રાઈવરો પાસેથી પાસપોર્ટ અને વિઝાની માંગ કરવાનું શરૂ કર્યું, જેના કારણે વિવાદ વધી ગયો. અત્યાર સુધી, વર્ષોથી, અફઘાન ટ્રક ડ્રાઇવરો કોઈપણ મુસાફરી દસ્તાવેજ વિના પાકિસ્તાની સરહદ પાર કરતા હતા. આ તણાવને કારણે પાકિસ્તાનને મોટું નુકસાન થઈ રહ્યું છે. તે જ સમયે, અફઘાનિસ્તાનનો માલ પણ કરાચી બંદરેથી આવતો બંધ થઈ ગયો છે.