શોધખોળ કરો

'ઈમરાન ખાન, ઈમરાન હાશમી બન ગયે હૈ...' કૉલ લીક મામલે ઘેરાયા પાક.ના પૂર્વ PM પર નૈલા ઈનાયતનો કટાક્ષ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. હવે તેમનું નામ કથિત રીતે સેક્સ કોલ લીક કૌભાંડમાં આવ્યું છે.

Imran khan Audio Call Leak: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. હવે તેમનું નામ કથિત રીતે સેક્સ કોલ લીક કૌભાંડમાં આવ્યું છે. લીક થયેલા કોલ રેકોર્ડિંગમાં એક પુરૂષને મહિલા સાથે અશ્લીલ વાત કરતા સાંભળી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ ઈમરાન ખાન છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનનો એક અજાણી મહિલા સાથેનો કથિત ઓડિયો લીક થતાં સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે.

ઈન્ટરનેટ યુઝર્સ હવે સોશિયલ મીડિયા પર ઈમરાન ખાનના કોલ રેકોર્ડિંગની લિંક માગતા જોવા મળે છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમરાન ખાનના કથિત કોલ રેકોર્ડિંગે પાકિસ્તાનને આંચકો આપ્યો છે.

કેટલાક પાકિસ્તાની ન્યૂઝ પોર્ટલ અનુસાર, વાયરલ થઈ રહેલો ઓડિયો પાકિસ્તાનના PMની ઓફિસનો જ છે. ઘણા પાકિસ્તાની પત્રકારોનું પણ કહેવું છે કે, ઈમરાન ખાન એક મહિલા સાથે અશ્લીલ વાતચીત કરતા  પણ પકડાયા હતા.

પત્રકાર નૈલા ઇનાયતે કર્યો કટાક્ષઃ

પાકિસ્તાનની મહિલા પત્રકાર નૈલા ઇનાયતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું હતું કે, કથિત સેક્સ કોલ લીકમાં ઈમરાન ખાન હવે ઈમરાન હાશ્મી બની ગયા છે. વાસ્તવમાં, જે કોલ રેકોર્ડિંગ લીક થયું છે, તેમાં ઇમરાન ખાનનો અવાજ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ રેકોર્ડિંગ સૌથી પહેલા સૈયદ અલી હૈદર નામના પાકિસ્તાની પત્રકારની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યું હતું.

તે જ સમયે, નિવૃત્ત ભારતીય સંરક્ષણ વિશ્લેષક મેજર ગૌરવ આર્યએ પણ આ વિશે કટાક્ષ કર્યો હતો. પોતાના ટ્વિટર હેન્ડલ પર તેમણે લખ્યું કે, "પાકિસ્તાનના કોઈએ મને સૈયદ અલી હૈદર ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલ પરથી એક વીડિયો મોકલ્યો હતો, જેને એક પાકિસ્તાની પત્રકાર ચલાવે છે. કહેવાય છે કે આ ઓડિયો ક્લિપ ઈમરાન ખાનની છે, જેની સાથે 2 મહિલાઓ હતી."

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget