ટ્રમ્પે અમેરિકામાં મતદાન નિયમો કડક કરવા અને 'સેવ અમેરિકા એક્ટ' લાગુ કરવાની માંગ કરતા ભારતીય ચૂંટણી વ્યવસ્થાની પ્રશંસા કરી. તેમણે ભારતમાં 646 મિલિયન મતદારો પાસે ફોટો આઈડી હોવું ફરજિયાત હોવાનો ઉલ્લેખ કર્યો.
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં મતદાન નિયમો કડક કરવા અને સેવ અમેરિકા એક્ટ (SAVE America Act) લાગુ કરવાની માંગ કરતા ભારતની ચૂંટણી વ્યવસ્થાની પ્રશંસા કરી હતી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલીની પ્રશંસા કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં મતદાન નિયમો કડક કરવા અને સેવ અમેરિકા એક્ટ (SAVE America Act) લાગુ કરવાની માંગ કરતા ભારતની ચૂંટણી વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે લખ્યું હતું કે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તેમની સરકારને પૂછ્યું હતું કે અમેરિકામાં કોઈ પણ ફોટો આઈડી વગર ચૂંટણી કેવી રીતે કરાવી શકાય છે.
ટ્રમ્પે ભારતના વખાણ કર્યા
ટ્રમ્પે લખ્યું હતું કે, "આ મહિનાની શરૂઆતમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અમારા વહીવટતંત્રને પૂછ્યું હતું કે. "માન્ય ફોટો આઈડી વગર અમેરિકામાં ચૂંટણી કેવી રીતે યોજાઈ શકે? છેલ્લી ચૂંટણીમાં ભારતમાં 646 મિલિયન મતદારો હતા! 1% કરતા ઓછા લોકોએ પોસ્ટથી મતદાન કર્યું હતું અને દરેક મતદાર પાસે માન્ય ફોટો આઈડી હોવું જરૂરી હતું. "આપણે હવે 'ધ સેવ અમેરિકા એક્ટ' પાસ કરવાની જરૂર છે."
— Rapid Response 47 (@RapidResponse47) August 17, 2026
અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે સમર્થન વ્યક્ત કર્યું
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પણ X પરની એક પોસ્ટમાં ટ્રમ્પની ટિપ્પણીને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતની ચૂંટણી પ્રણાલીનો ઉલ્લેખ કરતી વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ "એકદમ સાચા" હતા. ગોરે ભારતની છેલ્લી ચૂંટણીમાં 646 મિલિયન મતદારોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે દરેક મતદાર પાસે ઓળખપત્ર હોવું જરૂરી છે. તેમણે કોંગ્રેસને 'સેવ અમેરિકા એક્ટ' પસાર કરવા પણ વિનંતી કરી હતી.
નોંધનીય છે કે પ્રસ્તાવિત કાયદો અમેરિકામાં ચૂંટણી નિયમોને કડક બનાવવા માટે છે. જેમાં મતદાર ઓળખ અને નાગરિકતાના પુરાવા માટેની આવશ્યકતાઓનો સમાવેશ થાય છે. આ તેને લાગુ કરવાના ટ્રમ્પના પ્રયાસોનો મુખ્ય ભાગ બની ગયો છે. ટ્રમ્પની તાજેતરની ટિપ્પણીઓ અમેરિકા અને ભારતીય ચૂંટણી પ્રક્રિયાઓની તુલના કરવાના તેમના પ્રયાસોને પણ પ્રતિબિંબિત કરે છે.
તે સિવાય આ એક્ટ આખા દેશમાં મતદાર આઈડીની વ્યવસ્થા લાગુ કરવા અને પોસ્ટ મારફતે મતદાન પર કડક નિયંત્રણો લાદશે. ટ્રમ્પનો દાવો છે કે આ કાયદો ચૂંટણીમાં છેતરપિંડી અટકાવવામાં મદદ કરશે. જોકે, આ મુદ્દા પર અમેરિકામાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન વચ્ચે મતભેદો રહે છે.
Frequently Asked Questions
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચૂંટણી પ્રણાલીની પ્રશંસા શા માટે કરી?
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે શું પૂછ્યું હતું?
જ્ઞાનેશ કુમારે અમેરિકન વહીવટતંત્રને પૂછ્યું હતું કે માન્ય ફોટો આઈડી વગર અમેરિકામાં ચૂંટણી કેવી રીતે યોજાઈ શકે. તેમણે ભારતની કડક મતદાર આઈડી પ્રણાલી તરફ ધ્યાન દોર્યું.
'સેવ અમેરિકા એક્ટ' શું છે?
આ કાયદો અમેરિકામાં ચૂંટણી નિયમોને કડક બનાવવા માટે છે. તેમાં મતદાર ઓળખ અને નાગરિકતાના પુરાવા માટેની આવશ્યકતાઓનો સમાવેશ થાય છે અને પોસ્ટ દ્વારા મતદાન પર નિયંત્રણો લાદશે.





















