શોધખોળ કરો
Advertisement
અમેરિકાઃ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કર્યો આવો જુગાડ, ટ્યૂબમાંથી બનાવ્યું ટેબલ
રેસ્ટોરન્ટનું કહેવું છે કે, અનોખા વિચારનો ઉદ્દેશ લોકોના ચહેરા પર સ્માઈલ લાવવાનો છે. જેથી તેમને આશા અને આનંદ મળી શકે.
નવી દિલ્હીઃ અમેરિકામાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે એક અનોખી રીત અપનાવવામાં આવી છે. નિયમ પાળવા માટે ગ્રાહકો માટે બમ્પર ટેબલ રજૂ કરવામાં આવ્યા છે. બમ્પર ટેબલ રબરના બેરિયરથી તૈયાર કરવામાં આવ્યા છે.
સોશિયલ ડિસ્ટન્સિંગ માટે અનોખી પહેલ
અમેરિકામાં કોરોના વાયરસનો કહેર જારી છે. સંક્રમણથી બચવા માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડી રહ્યું છે. ત્યારે મેરીલેન્ડમાં સમુદ્ર કિનારે એક બારે નિયમનું પાલન કરવા માટે અનોખી રીત અપનાવી છે. ત્યાં આવનારા ગ્રાહકોને માટે એવા ટેબલ તૈયાર કર્યા છે જે ટ્યૂબથી બનેલા છે. ટેબલ નીચે ગોળ પૈડા લાગેલા છે. તેના દ્વારા ગ્રાહકોને એક બીજાથી 2 મીટરનું અંતર રાખવામાં મદદ મળે છે. પૈડા પર બમ્પર ટેબલનું નિર્માણ હાલના સંકટને જોતા કરવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટનું કહેવું છે કે, અનોખા વિચારનો ઉદ્દેશ લોકોના ચહેરા પર સ્માઈલ લાવવાનો છે. જેથી તેમને આશા અને આનંદ મળી શકે.
ટ્યૂબથી બનેલ બમ્પર ટેબલ નીચે લગાવ્યા પૈડા
બમ્પર ટેબલની ડિઝાઈન મોટા બેબી વોકરની જેમ તૈયાર કરવામાં આવી છે. ગ્રાહકોને રબરના બેરિયરથી ઘેરાયેલ ટેબલની વચ્ચે ઉભું રહેવું પડશે. બારે અત્યાર સુધીમાં આવા 10 બમ્પર ટેબલ ખરીદ્યા છે. આગળ તેની ઈચ્છા 50 બમ્પર ટેબલ ખરીદવાની છે. હાલમાં લોકડાઉનને કારણં બંધ બારને ખોલ્યા બાદ જ ગ્રાહકોને બમ્પર ટેબલ પર પીવાની સુવિધા મળશે. આ પહેલા પણ સ્વીડનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરતા અનોખું રેસ્ટોરન્ટ ખોલ્યું હતું. જ્યાં એક દિવસમાં એક જ ગ્રાહકને ખાવાની સુવિધા મળે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે રેસોટરન્ટમાં બેઠવા માટે માત્ર એક જ ટેબલ લગાવવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement