શોધખોળ કરો
Advertisement
અમેરિકા-બ્રાઝીલમાં રોજ કોરોનાથી થઈ રહ્યા છે સૌથી વધારે મોત, નવા કેસની ગતિ ભારત કરતાં ઓછી
કોરોના કેસની સંખ્યા ભલે ઝડપથી વધી રહી છે, પરંતુ આ એટલો ઘાતક નથી. વિશ્વભરમાં પ્રકોપ ફેલાવનાર કોરોના વાયરસ ટૂંકમાં જ ખત્મ થઈ જશે.
વોશિંગ્ટનઃ અમેરિકા-બ્રાઝીલમાં કોરોના કેસની સંખ્યા ભારતની સરખામણીમાં ઓછી વધી રહી છે. પરંતુ વિશ્વમાં કોરોના દર્દીના સૌથી વધારે મોત આ જ દેશોમાં થઈ રહ્યા છે. અમેરિકા-બ્રાઝીલમાં એક કરોડથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 3.13 લાખ લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકા અને બ્રાઝીલમાં ક્રમશમઃ 40,899 અને 48,632 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ક્રમશઃ 1,067 અને 1,218 મોત થયા છે. જ્યારે ભારતમાં 80 હજારથી વધારે કોરોનાના કેસ સામે આવ્યા છે.
કુલ કેસ અને મૃત્યુદર
કોરોના કેસ પર નજર કરીએ તો વેબસાઈટ વર્લ્ડોમીટર અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા 3 સપ્ટેમ્બર સવાર સુધામાં વધીને 62.9 લાખે પહોંચી ગઈ જેમાંથી 1.89 લાખથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે બ્રાઝીલમાં કુલ કેસની સંખ્યા 40 લાખે પહોંચી ગઈ છે, અહીં 1.23 લાખથી વધારે લોકોના મોત થયા છે. બન્ને દેશોમાં મૃત્યુદર ઘટીને ક્રમશઃ 3.01 ટકા અને 3.09 ટકા થઈ ગઈ છે.
એક્ટિવ કેસ અને રિકવરી રેટ
અમેરિકામાં અત્યાર સુધી 35.41 લાખ લોકો રિકિવર થઈ ગયા છે, જે કુલ સંક્રમિતોના 56 ટકા છે. 25.58 હજાર એક્ટિવ કેસ છે એટલે કે આ લોકોને હજુ પણ ચેપ લાગ્યો છે. આ દર 41 ટકા છે. જ્યારે બ્રાઝીલમાં રિકવરી રેટ 80 ટકા છે, એટલે કે કુલ સંક્રમિતોમાંથી 32.10 લાખથી વધારે લોકો સાજા થઈ ગયા છે. 6.67 લાખ એટલે કે 17 ટકા એક્ટિવ કેસ છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
કોરોના કેસની સંખ્યા ભલે ઝડપથી વધી રહી છે, પરંતુ આ એટલો ઘાતક નથી. વિશ્વભરમાં પ્રકોપ ફેલાવનાર કોરોના વાયરસ ટૂંકમાં જ ખત્મ થઈ જશે. ઘમાં દેશોના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, આ વાયરસ ઝડપથી નબળો પડી રહ્યો છે. મહામારીની શરૂઆતમાં તેનું સંક્રમણ જેટલું ઘાતક હતું, પરંતુ હવે એવું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement