અમેરિકામાં ધોળેદહાડે શૉપિંગ મૉલમાં ફાયરિંગ, 4 યુવકો ઘાયલ અને બેના થયા મોત, જાણો વિગતે
પોલીસે કહ્યું કે, ઇદાહોના બૉઇસ (Boise) માં એક મૉલમાં થયેલા ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે અને એક બૉઇસ પોલીસ અધિકારી સહિત ચાર અન્ય લોકો ઘાયલ થઇ ગયા છે.
Shooting at Mall in Boise: અમેરિકાના ઇડાહો (Idaho)ના એક શૉપિંગ મૉલમાં મંગળવારે ફાયરિંગ થયુ. જેમાં બેલોકોના મોત થયા અને ચાર લોકો ઘાયલ થયાના સમાચાર મળ્યા છે. મળેલી જાણકારી અનુસાર, મૉલમાં એક શંકાસ્પદ શખ્સે અચાનકથી ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. હાલ પોલીસે સંદિગ્ધને પકડી લીધો છે. પોલીસે તેની પુછપરછ કરી રહી છે. પોલીસે કહ્યું કે, ઇદાહોના બૉઇસ (Boise) માં એક મૉલમાં થયેલા ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે અને એક બૉઇસ પોલીસ અધિકારી સહિત ચાર અન્ય લોકો ઘાયલ થઇ ગયા છે.
બૉઇસના પોલીસ પ્રમુખ રાયન લી (Boise Police Chief Ryan Lee)એ સંવાદદાતાઓને કહ્યું કે પોલીસ પીડિતોના પરિવારને સૂચિત કરવા માટે કામ કરી રહી છે. પોલીસ પ્રમુખ લીએ બતાવ્યુ કે હાલમાં અમે ફાયરિંગના પાછળનુ કારણ નથી જાણી શક્યા. તેને બતાવ્યુ કે, આ મામલામાં એફબીઆઇ (FBI) અને એટીએફ (ATF) બન્ને તપાસમાં મદદ કરી રહી છે.
વળી, ગોળીબારી બાદ પ્રશાસને મૉલ તરફ જનારા રસ્તાંઓને બંધ કરી દીધા છે. પોલીસે કહ્યું- અધિકારી મૉલમાં પ્રત્યેક શૉપને ખાલ કરાવી રહી છે. લીને લોકોને કહ્યું કે પોલીસ ઘટના વિશે જલદી જાણકારી ઉપલબ્ધ કરાવશે. વળી બૉઇસના મેયર લૉરેન મેક્લીન (Boise Mayor Lauren McClean)એ પીડિતોના પ્રત્યે પોતાની સવેદના વ્યક્ત કરી અને મૉલમાં તે લોકોને ધન્યવાદ માન્યો જે શૉપિંગ કૉમ્પલેક્ષની અંદર લોકોની મદદ કરી રહ્યાં હતા.