શોધખોળ કરો
America : USએ ચીનના ગાલ પર ઝીંક્યો સનસણતો તમાચો, 'મિત્ર' ભારતને ખુલ્લુ સમર્થન
America Recognizes Arunachal Pradesh : ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નામ બદલવા પર અમેરિકાએ આકરી પ્રતિક્રિયા આપી છે. અમેરિકા ખુલીને ભારતના સમર્થનમાં આવ્યું છે.
America Recognizes Arunachal Pradesh : ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નામ બદલવા પર અમેરિકાએ આકરી પ્રતિક્રિયા આપી છે. અમેરિકા ખુલીને ભારતના સમર્થનમાં આવ્યું છે. અમેરિકાએ ચીનને રોકડું પરખાવતા કહ્યું છે કે, તે અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે માન્યતા આપે છે.
આ સાથે જ અમેરિકાએ ચીનને આડકતરી ચેતવણી આપતા એમ પણ કહ્યું છે કે, પ્રાદેશિક દાવાઓ હેઠળ સ્થાનિક વિસ્તારોના નામ બદલવાના કોઈપણ એકપક્ષીય પ્રયાસનો સખત વિરોધ કરે છે. હકીકતમાં ચીન અરુણાચલ પ્રદેશના આ વિસ્તારને દક્ષિણ તિબેટના ભાગ તરીકે દાવો કરે છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે જણાવ્યું હતું કે, અમેરિકાએ લાંબા સમયથી તે પ્રદેશ (અરુણાચલ પ્રદેશ)ને ભારતના અભિન્ન અંગ તરીકે માન્યતા આપી છે. અમે પ્રાદેશિક દાવાઓના નામ બદલીને ક્ષેત્રીય દાવાઓને આગળ વધારવાના કોઈ પણ "એકપક્ષીય પ્રયાસ"નો આકરો વિરોધ કરીએ છીએ.
બીજી તરફ, ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોના નામ બદલવાની વચ્ચે ભારતે મંગળવારે કહ્યું હતું કે, આ રાજ્ય ભારતનો અભિન્ન અને અતૂટ ભાગ છે અને બનાવટી નામો રાખવાથી આ વાસ્તવિકતા બદલાઈ જશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, અમે આવા અહેવાલો જોયા છે. આ પહેલીવાર નથી જ્યારે ચીને આ પ્રકારનો પ્રયાસ કર્યો હોય. અમે તેને સ્પષ્ટપણે નકારીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ચીને અરુણાચલ પ્રદેશ માટે 'ચીની, તિબેટીયન અને પિનયિન' અક્ષરોમાં નામોની ત્રીજી યાદી બહાર પાડી છે. અરુણાચલ પ્રદેશ માટે ચીન દ્વારા જારી કરાયેલ પ્રમાણિત ભૌગોલિક નામોની આ ત્રીજી યાદી છે. અરુણાચલમાં છ સ્થળોના પ્રમાણિત નામોની પ્રથમ યાદી 2017માં અને 2021માં 15 સ્થળોની બીજી યાદી બહાર પાડવામાં આવી હતી.
ચીને એવા સમયે અરુણાચલ પ્રદેશમાં કેટલીક જગ્યાઓનું નામ બદલી નાખ્યું છે જ્યારે પૂર્વી લદ્દાખમાં મે 2020માં શરૂ થયેલી બંને દેશો વચ્ચેની મડાગાંઠ હજુ સમાપ્ત થઈ નથી.
Donald Trump : ટ્રમ્પ બરાબરના ભેરવાયા, જેલના ભય વચ્ચે પત્ની મેલાનિયા ગાયબ
Donald Trump Melania Trump Relation: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જેલમાં જવું પડી શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ટ્રમ્પ સામે આ સ્થિતિ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂપ રહેવાના અને ચૂંટણી પ્રચાર દરમિયાન બિઝનેસ રેકોર્ડમાં હેરાફેરી કરવાના આરોપોને કારણે આવી છે. પોર્ન સ્ટાર સાથેના અફેરનો ખુલાસો થયો ત્યારથી ટ્રમ્પ પોતે મુશ્કેલીમાં છે, ત્યારે તેમની પત્ની પણ આ જ કારણોસર તેમનાથી નારાજ હોવાનું કહેવાય છે. ટ્રમ્પની પત્નીનું નામ મેલાનિયા ટ્રમ્પ છે.
મેલાનિયા આ દિવસોમાં મીડિયાથી દૂર છે. તેઓ ક્યાંય દેખાતા નથી. ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મેલાનિયા ડોનાલ્ડ ટ્રમ્પથી અલગ થવા માંગે છે અને તેમને નજીક પણ નથી આવવા દેતા. જણાવી દઈએ કે, મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પની ઉંમરમાં અધધ 24 વર્ષનો તફાવત છે. બંનેએ 5 વર્ષ સાથે રહ્યા બાદ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. 2004માં ટ્રમ્પે મેલાનિયાને $1.5 મિલિયનની વીંટી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement