Spy Balloon Live:VIDEO: F-22 ફાઈટર પ્લેનમાંથી મિસાઈલ વડે ચાઈનીઝ જાસૂસી બલૂન તોડી પાડ્યું, ટુકડા સમુદ્રમાં પડ્યાં
રાષ્ટ્રપતિ જો બિડેને ચીની જાસૂસી બલૂનને તોડવાના આદેશ આપ્યા બાદ તે F-22 ફાઈટર પ્લેને કેરોલિનાના દરિયાકાંઠે એક ચીની જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું

Background
Spy Balloon Live:રાષ્ટ્રપતિ જો બિડેને ચીની જાસૂસી બલૂનને તોડવાના આદેશ આપ્યા બાદ તે F-22 ફાઈટર પ્લેને કેરોલિનાના દરિયાકાંઠે એક ચીની જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું જે પાણીમાં પડી ગયું હતું. આ પછી તરત જ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
બિડેને કહ્યું, મેં તરત જ તેને તોડી પાડવાનો આદેશ આપ્યો
બલૂન છોડવાની ક્રિયા પછી, બિડેને કહ્યું, જ્યારે મને બુધવારે બલૂન વિશે જાણ થઇ બાદ મેં તેને શક્ય તેટલી વહેલી તકે તોડી પાડનાનો આદેશ આપ્યો અને તેને તરત જ તોડી પાડ્યું છે, હું માટે મારા સૈનિકોનો આભાર માનું છું
Spy Balloon Live:: અમેરિકાએ જાસૂસી બલૂનને તોડી પાડ્યું
યુએસ પ્રમુખ જૉ બિડેને બુધવારે બલૂનને મારવાનો આદેશ જારી કર્યો હતો, પરંતુ પેન્ટાગોને જમીન પર નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી રાહ જોવાની ભલામણ કરી હતી. પેન્ટાગોને કહ્યું હતું કે બલૂનનો કાટમાળ જમીન પર રહેલા લોકોને નુકસાન પહોંચાડી શકે છે. અમેરિકન એફ-22 ફાઇટર જેટે પાછળથી કેરોલિના કિનારે જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું. રાષ્ટ્રપતિ જો બિડેને આ માટે પેન્ટાગોનને અભિનંદન પાઠવ્યા હતા.
બલૂનનો ઉપયોગ હવામાન સંબંધિત સંશોધન કાર્ય માટે થયેલો : ચીન
પેન્ટાગોને દાવો કર્યો હતો કે ચીન આ બલૂન દ્વારા જાસૂસી કરી રહ્યું છે. સ્પષ્ટતા આપતા ચીને કહ્યું હતું કે તે સિવિલ બલૂન છે અને તેનો ઉપયોગ હવામાન સંબંધિત સંશોધન કાર્ય માટે કરવામાં આવી રહ્યો છે.
Spy Balloon Live:: ચીને અમેરિકાને ધમકી આપી
બલૂનને તોડી પાડયા બાદ ચીન ગુસ્સે છે. ગ્લોબલ ટાઈમ્સે ચીનના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને કહ્યું કે, "અમેરિકાએ આંતરરાષ્ટ્રીય નિયમોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે." ચીન તેના કાયદેસરના અધિકારો અને હિતોનું નિશ્ચિતપણે રક્ષણ કરશે, જ્યારે જરૂરી હોય તો આગળ જવાબ આપવાનો અધિકાર અનામત રાખશે.





















