શોધખોળ કરો
અમેરિકી સાહિત્યકાર બૉબ ડિલનને મળ્યો સાહિત્યનો નોબેલ પુરસ્કાર

નવી દિલ્લી: આ વર્ષે સાહિત્યનો નોબેલ પુરસ્કાર માટે અમેરિકી ગીતકાર, કલાકાર અને લેખક બૉબ ડિલનની પસંદગી કરવામાં આવી છે. તેમને આ પુરસ્કાર “મહાન અમેરિકી ગીત પરંપરાની અંદર નવા કાવ્ય ભાવ રચવા માટે” આપવામાં આવ્યો છે. 75 વર્ષના ડિલન પાંચ દશકથી પણ વધારે સમયથી લોકપ્રિય સંગીત અને સંસ્કૃતિમાં પ્રભાવી રહ્યા છે. તેમના સૌથી જાણીતા ગીતો 1960ના દશકના છે જ્યારે તેમના ગીતોમાં સામાજિક બેચેની ઉપસી આવતી હતી. પરંતુ ડિલને હંમેશાં પત્રકારોની તે વાતને નકારતા રહ્યા છે કે તે પીઢીના પ્રવક્તા છે. ડિલને શરૂઆતી ગીતો જેવા કે, “Blowin’ in the Wind” અને “The Times They Are a-Changin” અમેરિકી સિવિલ રાઈ઼ડ્સ અને એંટી વાર આંદોલનના ગીતો બન્યા હતા. સાહિત્યનો નોબેલ માટે અમેરિકી નૉવેલિસ્ટ ડૉન ડેલિલ્લો પણ દાવેદાર બનીને ઉભર્યા હતા. સાહિત્યના નોબેલની જાહેરાત સ્વીડિશ એકેડમીના સ્થાયી સચિવ સારા ડેનિયસે કરી હતી. 2015નો સાહિત્ય નોબેલ સ્વેંતલાના અલેક્સિવિચને આપવામાં આવ્યો હતો. 1901થી અત્યાર સુધી સાહિત્યના 108 નોબેલ પુરસ્કાર આપવામાં આવી ચૂક્યા છે. સાત મોકો- 1914, 1918, 1935, 1940, 1941, 1942 અને 1943ના વર્ષમાં કોઈને પણ સાહિત્યનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો નહોતો. અત્યાર સુધી આ વર્ષના રસાયન વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, ચિકિત્સા શાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને શાંતિ ક્ષેત્ર માટે નોબેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. નોબેલ પુસ્કારની સ્થાપના 1896માં વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબેલે કરી હતી. અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર શરૂઆતમાં નોબેલ પુરસ્કારોમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. સ્વીડનના સેંટ્રલ બેંકે 1968માં આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. નોબેલ પુરસ્કાર જીતનાર લોકોને લગભગ 80 લાખ સ્વીડિશ ક્રોનર ( લગભગ 6 કરોડ રૂપિયા)નો પુરસ્કારના રૂપમાં મળે છે. તમામ પુરસ્કાર વિજેતા 10 ડિસેમ્બરે અલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ પર સ્વીડનમાં પુરસ્કાર મેળવે છે.
વધુ વાંચો






















