(Source: ECI/ABP News/ABP Majha)
યૂક્રેન સામેનુ યુદ્ધ સતત લાંબુ ખેંચાતા ગુસ્સામાં આવેલા પુતિને શું લીધો મોટો નિર્ણય, જાણો વિગતે
યૂક્રેનની સુરક્ષા પરિષદના પ્રમુખ ઓલેક્સી ડેનિલોવનો દાવો છે કે યૂક્રેન તરફથી મળી રહેલી અસફળતાથી પુતિન રશિયાન ગુપ્તચર એજન્સી એફએસબીના કમાન્ડરોથી પણ નારાજ છે.
Russia Ukraine Conflict: રશિયા અને યૂક્રેની વચ્ચે ચાલી રહેલા યુધ્ધનો આજે 15મો દિવસ છે. જેમ જેમ યુદ્ધ આગળ લંબાતી જાય છે તેમ તેમ રશિયા આક્રમક થતુ જાય છે. પરંતુ આ બધાની વચ્ચે એક ખબર સામે આવી છે કે યૂક્રેન દ્વારા આપવામાં આવી રહેલી ટક્કરથી પુતિન નારાજ છે. યૂક્રેન આ યુદ્ધની વચ્ચે એક દાવો કરી રહ્યું છે કે અમે રશિયાને મોટુ નુકશાન પહોંચાડ્યુ છે, અને હવે પુતિન રશિયન સેનાથી ખુબ નારાજ થઇ ગયા છે, પુતિને રશિયન સેનાના 8 ટૉપના જનરલોને બરખાસ્ત કરી દીધા છે.
બ્રિટન પણ દાવોને સાચા ગણાવી રહ્યું છે -
યૂક્રેનનુ કહેવુ છે કે આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કેમ કે રશિયન ગુપ્તચર એજન્સી એફએસબી યૂક્રેનને લઇને યોગ્ય રણનીતિ નથી બનાવી શકી, અને સાથે જ ગુપ્ત જાણકારી પણ નથી એકઠી કરી શકી. જોકે રશિયાએ હજુ આની પુષ્ટી નથી કરી. વળી બ્રિટનના કેટલાય એક્સપર્ટ પણ આ દાવાનો સાચા ઠેરવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, રશિયાને યૂક્રેન આટલી બધી ટક્કર આપશે એવી જરાય પણ આશા ન હતી. પરંતુ યુદ્ધ જેમ જેમ લાંબી ચાલી રહ્યું છે, તેમ તેમ રશિયન સૈનાને યૂક્રેની સેના જબરદસ્ત રીતે ટક્કર આપી રહી છે.
રિપોર્ટ અનુસાર, યૂક્રેનની સુરક્ષા પરિષદના પ્રમુખ ઓલેક્સી ડેનિલોવનો દાવો છે કે યૂક્રેન તરફથી મળી રહેલી અસફળતાથી પુતિન રશિયાન ગુપ્તચર એજન્સી એફએસબીના કમાન્ડરોથી પણ નારાજ છે. પુતિનને બતાવવામા આવ્યુ હતુ કે યૂક્રેન કબજોર છે, પરંતુ હજુ સુધી રશિયાને જબરદસ્ત ટક્કર આપી રહ્યુ છે.
આ પણ વાંચો.........
ડાયટિંગમાં ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ભરપેટ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો વેઇટ લોસન કારગર ટિપ્સ
વજન ઉતારવું હોય તો આ બે આદત હોય તો તાત્કાલિક છોડી દો, નહિ તો નહિ મળે રિઝલ્ટ
Skin care tips: પાર્લર જેવો નિખાર મેળવવા માટે આ કારગર ટિપ્સને કરો ફોલો, ઇન્સ્ટન્ટ ગ્લો મળશે
Parenting tips: બાળકની હાઇટ ઓછી હોવાથી પરેશાન છો? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ
પરીક્ષા વિના સરકારી કંપનીમાં મેનેજર બનવાની સુવર્ણ તક, બસ આટલી લાયકાત હોવી જોઈએ, 2 લાખથી વધુ હશે પગાર