ઓલિમ્પિકમાં ખેલાડીઓ માટે બનાવ્યા એન્ટિ-સેક્સ બેડ, એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા કે એથ્લેટ્સ ઉત્તેજીત ન થાય
2024 ઓલિમ્પિક ગેમ્સ પહેલા પેરિસમાં એન્ટિ-સેક્સ બેડ આવી ગયા છે. એન્ટિ સેક્સ બેડ બનાવવામાં આવે છે જેથી ખેલાડીઓ સમાગમ ન કરી શકે.
Olympic Games 2024: 2024 ઓલિમ્પિક ગેમ્સ પહેલા પેરિસમાં એન્ટિ-સેક્સ બેડ આવી ગયા છે. એન્ટિ સેક્સ બેડ એટલા માટે બનાવવામાં આવ્યા જેથી ખેલાડીઓ સમાગમ ન કરી શકે. કથિત રીતે તેમની સામગ્રી અને નાના કદનો હેતુ એથ્લેટ્સને સ્પર્ધા દરમિયાન લૈંગિક રીતે ઉત્તેજિત થતાં અટકાવવાનો છે.
આ એન્ટિ-સેક્સ બેડની ખાસિયત એ છે કે તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે માત્ર એક જ વ્યક્તિનું વજન સંભાળી શકે અને જો બેડ પર વધુ લોકો બેસે તો તે તૂટવાનું જોખમ રહેલું છે. બેડનું ઉત્પાદન એરવેવ દ્વારા કરવામાં આવે છે, જેણે જાપાનના ટોક્યોમાં 2020 ઓલિમ્પિક ગેમ્સ માટે પણ ઉત્પાદનો બનાવ્યા હતા.
‘Anti-sex’ beds have arrived at Paris Olympics — after horny athletes admit to orgies amid competition https://t.co/sfM6kpuQ1e pic.twitter.com/cOhXpMFYfF
— New York Post (@nypost) May 14, 2024
એંસીના દાયકામાં પહેલીવાર ઓલિમ્પિક દરમિયાન એક્સ્ટ્રીમ સેક્સની ચર્ચા થઈ હતી. તે સમયે ખેલાડીઓમાં જાતીય રોગોથી રક્ષણ માટે કોન્ડોમનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારપછી દર વખતે ઓલિમ્પિકમાં ચર્ચા થતી રહે છે કે આ વખતે આયોજકો દ્વારા કેટલા લાખ કોન્ડોમનું વિતરણ કરવામાં આવ્યું છે. છેલ્લી વખત 2016માં રિયો ઓલિમ્પિક દરમિયાન આયોજક દેશ બ્રાઝિલે લગભગ 90 લાખ કોન્ડોમનું વિતરણ કર્યું હતું.
આ બેડ કાર્ડબોર્ડથી બનેલા હોય છે, જે સરેરાશ વજન કરતાં વધુ સહન કરી શકતું નથી. તેના પર બે જણ રહે તો પલંગ તૂટી જાય. બેડ મેન્યુફેક્ચરિંગ કંપની એરવેવનો દાવો છે કે તેણે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બેડ બનાવ્યા છે. જો કે, બેડની હળવાશ એ સ્પષ્ટ કરે છે કે તેનો હેતુ માત્ર પર્યાવરણ માટે નથી.
રમતો પુરી થયા પછી, આ પથારી જંક બનશે નહીં, પરંતુ ફેક્ટરીઓમાં મોકલવામાં આવશે અને કાગળમાં રૂપાંતરિત થશે. આ ઉપરાંત ગાદલામાંથી પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવામાં આવશે. એક અંદાજ મુજબ દરેક બેડ લગભગ 200 કિલો વજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે.