South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: પોલીસે ખાણ સીલ કરવાનો પ્રયાસ કર્યા પછી કામદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું

South Africa Gold Mines Accident: દક્ષિણ આફ્રિકામાં એક ગેરકાયદેસર ખાણમાં 100 શ્રમિકોના મોતની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. ખાણમાં ફસાયેલા આ કામદારો ઘણા મહિનાઓથી ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હતા. દક્ષિણ આફ્રિકાના સ્ટીલફોન્ટેન શહેર નજીક બફેલ્સફોન્ટેન સ્થિત સોનાની ખાણોમાં લગભગ 100 કામદારો ફસાયા હતા. જ્યારે તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યારે ખબર પડી કે તેઓ ભૂખ અને તરસને કારણે મૃત્યુ પામ્યા હતા. આ ઘટના સંબંધિત માહિતી કામદારો દ્વારા મોબાઇલ ફોન દ્વારા મોકલવામાં આવેલા વીડિયોમાંથી મળી હતી, જેમાં પ્લાસ્ટિકમાં લપેટાયેલા મૃતદેહો બતાવવામાં આવ્યા છે.
Rescuers hoisted seven illegal miners and at least four bodies from an abandoned South African gold mine amid claims that hundreds were still underground and many had died https://t.co/0ky6UKVW42
— AFP News Agency (@AFP) January 13, 2025
માઇનિંગ અફેક્ટેડ કમ્યુનિટીઝ યુનાઇટેડ ઇન એક્શન ગ્રુપ અનુસાર, અત્યાર સુધીમાં 26 કામદારોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે અને બચાવ કામગીરી દરમિયાન 18 મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, આ ખાણ એટલી ઊંડી છે કે લગભગ 500 કામદારો હજુ પણ ત્યાં ફસાયેલા હોઈ શકે છે. ખાણની ઊંડાઈ 2.5 કિમી હોવાનું કહેવાય છે.
પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ
પોલીસે ખાણ સીલ કરવાનો પ્રયાસ કર્યા પછી કામદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસનું કહેવું છે કે ધરપકડના ડરથી કામદારો બહાર આવી રહ્યા ન હતા, જ્યારે કામદારોનો આરોપ છે કે પોલીસે તેમના દોરડા કાઢી નાખ્યા હતા જેના કારણે તેઓ બહાર આવી શક્યા ન હતા.
ભૂખ અને તરસથી મૃત્યુ
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પહેલા મૃત્યુનું કારણ ભૂખ હોવાનું જણાવવામાં આવ્યું છે. ખાણમાં ખોરાક અને પાણીનો પુરવઠો બંધ થવાને કારણે બધા કામદારોના મોત થયા હતા. કામદારોના મૃત્યુથી ખાણની સલામતી અને વ્યવસ્થાપન અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
દક્ષિણ આફ્રિકામાં ગેરકાયદેસર ખાણકામ એક સામાન્ય સમસ્યા છે. જ્યારે મોટી કંપનીઓ ખાણોને નકામી સમજીને છોડી દે છે, ત્યારે સ્થાનિક ખાણિયો ત્યાં બાકી રહેલું સોનું કાઢવાનો પ્રયાસ કરે છે. આ ખતરનાક પરિસ્થિતિ તેમના જીવ માટે ખતરો બની જાય છે.
અમેરિકાના લોસ એન્જલસમાં જંગલની આગમાં અત્યાર સુધી 24નાં મોત, 150 અબજ ડોલરની સંપત્તિ થઇ રાખ





















