Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે, ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાટણમાંથી એક માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. પાટણના હારીજમાં 10 વર્ષના બાળકનું મોત થયુ છે. ખરેખરમાં, બાળક ધાબા પર પતંગ ચગાવતો હતો, આ દરમિયાન નીચે પટકાઇ ગયો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યુ હતુ. આ ઘટના બાદ આખા પરિવારમાં શોકનો માહોલ છે.
ઉત્તરાયણ પહેલા એક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાટણ જિલ્લાના હારીજમાં ધાબા પર પતંગ ચગાવતા બાળકનું પડી જવાથી મોત નીપજ્યુ છે. સંજય રાવળ નામના 10 વર્ષીય બાળકનું મોત થયુ છે, ધોરણ 4માં ભણી રહ્યો હતો અને હાલમાં શાળામાં રજા હોવાથી આ 10 વર્ષિય બાળક પતંગ ચગાવવા માટે મકાનના ધાબા પર ચડયો હતો, જે આકસ્મિક ધાબા પરથી નીચે પટકાતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જોકે, તેને તાત્કાલિક ધોરણે હારીજ રેફરલ હોસ્પિટલમાં લવાયો હતો જ્યાંથી વધુ સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં બે દિવસની ટુંકી સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.
મળતી માહિતી મુજબ હારીજ શહેરમાં ટેકરા વિસ્તારમાં રહેતો અને ધોરણ ચારમાં અભ્યાસ કરતો નિરજ સંજયભાઈ રાવળ ઉ.વ 10 સ્કુલમાં નાતાલની રજા હોવાથી પતંગ ચગાવવા માટે ધાબા પર ચડયો હતો. જ્યાંથી નીચે પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક અસરથી રેફરલ હોસ્પિટલ હારીજ ખાતે લવાયો હતો જ્યાંથી વધુ ઈજાના કારણે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થતાં પરિવાર પર આભ ફાટયું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા અને ભારે રોકકળ મચી જવા પામી હતી.
















