(Source: ECI/ABP News/ABP Majha)
પુતિનની હત્યા, કેન્સરનો ઇલાજ, કથળશે અર્થવ્યવસ્થા.... બાબા વેન્ગાએ વર્ષ 2024 માટે કરી આ 7 ભવિષ્યવાણીઓ
બાબા વેન્ગા અંધ હતા અને તેમને 'બાલ્કનનના નાસ્ત્રેદમસ' પણ કહેવામાં આવે છે. તેમના દ્વારા કરવામાં આવેલી 85 ટકા આગાહીઓ એકદમ સાચી સાબિત થઈ છે
Baba Venga: બાબા વેન્ગાના નામથી આખી દુનિયા પરિચિત છે. આ તે મહિલા છે જેના દુનિયાને અલવિદા કહી દીધુ છે અને તેના લગભગ ત્રણ દાયકા વીતી ગયા છે, પરંતુ તેમના દ્વારા કરવામાં આવતી આગાહીઓ અને ભવિષ્યવાણીઓ હજુ પણ દુનિયાની દિશા નક્કી કરે છે. બાબા વેન્ગાએ વર્ષો પહેલા અમેરિકા પર 9/11ના હુમલા અને બ્રિટનમાં બ્રેક્ઝિટની આગાહી કરી હતી. હવે તેમના દ્વારા 2024 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણીની જાણકારી દુનિયાની સામે આવી છે, જે ખૂબ જ ખતરનાક અને ડરામણી છે.
બાબા વેન્ગા અંધ હતા અને તેમને 'બાલ્કનનના નાસ્ત્રેદમસ' પણ કહેવામાં આવે છે. તેમના દ્વારા કરવામાં આવેલી 85 ટકા આગાહીઓ એકદમ સાચી સાબિત થઈ છે. કહેવાય છે કે જ્યારે તે નાનપણમાં હતી ત્યારે વાવાઝોડાને કારણે તેણે આંખોની રોશની ગુમાવી દીધી હતી, પરંતુ પછી તેને ટૂંક સમયમાં તેની દૈવીય શક્તિઓ પણ મળી ગઈ. તે બૂલ્ગેરિયાની રહેવાસી હતી. 1996માં 84 વર્ષની વયે તેમનું અવસાન થયું. આવામાં જાણો અહીં બાબા વેન્ગાએ 2024 માટે શું આગાહી કરી છે.
1. પુતિનની થઇ શકે છે હત્યા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ખરાબ સમાચાર છે. બાબા વેન્ગાએ ભવિષ્યવાણી કરી છે કે આવતા વર્ષે પુતિનના જ દેશના કોઈ વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરવામાં આવશે. ક્રેમલિન સતત પુતિનના કેન્સરને નકારી રહ્યું છે. તેમની સુરક્ષા પણ વધારવામાં આવી રહી છે.
2. યૂરોપમાં આતંકી હુમલો
બાબા વેન્ગાએ ખતરનાક હથિયારો વિશે ભવિષ્યવાણી કરી છે. તેમનો દાવો છે કે આવતા વર્ષે એક મોટો દેશ જૈવિક શસ્ત્રોનું પરીક્ષણ કરશે અથવા તે હુમલો કરશે. તેણે એવી આગાહી પણ કરી છે કે આતંકવાદીઓ દ્વારા યૂરોપના અલગ-અલગ શહેરોમાં હુમલા કરવામાં આવશે.
3. દુનિયા પર આર્થિક સંકટનો ખતરો
બૂલ્ગેરિયન આગાહીકાર દાવો કરે છે કે આવતા વર્ષે એક મોટી આર્થિક કટોકટી આવશે, જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પડી ભાંગશે. દેવાનું સ્તર, ભૌગોલિક રાજકીય તણાવ અને આર્થિક શક્તિઓનું પશ્ચિમથી પૂર્વ તરફ સ્થળાંતર એ કારણો પૈકી એક છે જેના કારણે આવું થઈ શકે છે.
4. પૃથ્વી પર જળવાયુ સંકટ
બાબા વેન્ગાએ આગાહી કરી છે કે આવતા વર્ષે આપણે કુદરતી આફતો અને ખરાબ હવામાનની વિપરીત અસરો દેખાશે. બાબા વેન્ગાના મતે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફેરફાર થશે. આ બહુ ઓછા સમય માટે થશે, પરંતુ તેના કારણે ક્લાઈમેટ ચેન્જની ભયંકર અસરો જોવા મળશે. રેડિયેશનનું જોખમ પણ રહેશે.
5. સાયબર એટેક
આવતા વર્ષે વિશ્વમાં સાયબર હુમલાનું જોખમ પણ વધવાનું છે. અદ્યતન હેકર્સ પાવર ગ્રીડ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ જેવા મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવશે. બાબા વેન્ગાએ આગાહી કરી છે કે આનાથી રાષ્ટ્રીય સ્તરે સુરક્ષા માટે ખતરો ઉભો થશે.
6. કેન્સરનો ઇલાજ
બાબા વેન્ગાના મતે મેડિકલ ક્ષેત્રથી સારા સમાચાર આવી શકે છે. અલ્ઝાઈમર સહિતના અસાધ્ય રોગોની નવી સારવાર ઉપલબ્ધ થશે. તેણે એવી આગાહી પણ કરી છે કે 2024માં કેન્સરની સારવાર શક્ય બનશે.
7. ટેકનોલૉજીમાં થશે ક્રાંતિ
આગાહી કરનાર દાવો કરે છે કે આવતા વર્ષે ક્વૉન્ટમ કૉમ્પ્યુટિંગમાં મોટી શોધ થશે. ક્વૉન્ટમ કૉમ્પ્યુટિંગ ઝડપથી વિકાસ કરી રહ્યું છે. કહેવાય છે કે આના દ્વારા સામાન્ય કૉમ્પ્યુટરના ઉપયોગ કરતા વધુ ઝડપથી સમસ્યાઓ ઉકેલી શકાય છે. જો આમ થશે તો આવતા વર્ષે AIનું ક્ષેત્ર પણ વધશે.