Baloch Liberation Army: 'ચીની નાગરિક તાત્કાલિક પાકિસ્તાન છોડી દે', BLAએ કહ્યું- 'સામને થયો તો સીધું કતલ કરીશું'
Baloch Liberation Army: છેલ્લા બે દિવસથી પાકિસ્તાનની અંદર બલૂચ લિબરેશન આર્મી દ્વારા સર્જાયેલા બળવાને કારણે પાકિસ્તાની સેનાની હાલત ખરાબ થઈ ગઈ છે
Baloch Liberation Army: છેલ્લા બે દિવસથી પાકિસ્તાનની અંદર બલૂચ લિબરેશન આર્મી દ્વારા સર્જાયેલા બળવાને કારણે પાકિસ્તાની સેનાની હાલત ખરાબ થઈ ગઈ છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ હવે પાકિસ્તાનની અંદર રહેતા ચીની નાગરિકોને પાકિસ્તાન છોડી દેવાનો આદેશ આપ્યો છે. BLAએ ધમકી આપી છે કે જો તેમના વિસ્તારમાં કોઈ ચીની નાગરિક જોવા મળશે તો તેને મારી નાખવામાં આવશે. બલૂચ આર્મીએ ચીની નાગરિકોને નિશાન બનાવવા માટે એક ખાસ યૂનિટ બનાવ્યું છે. માત્ર એક દિવસ પહેલા બલૂચ આર્મીની આત્મઘાતી ટુકડીએ પાકિસ્તાનમાં તબાહી મચાવી હતી અને 70 થી વધુ લોકોની હત્યા કરી હતી. જેમાં પાકિસ્તાની સેના અને પોલીસના 14 સૈનિકો સામેલ છે.
વાસ્તવમાં ચીન પાકિસ્તાનની અંદર CPEC કૉરિડોર બનાવી રહ્યું છે. ચીન આ મહત્વકાંક્ષી પ્રૉજેક્ટ માટે પાણીની જેમ પૈસા ખર્ચી રહ્યું છે. ચીનને આશા છે કે પાકિસ્તાનમાં તેનો પ્રૉજેક્ટ પૂરો થશે, પરંતુ જે રીતે બલૂચ લડવૈયાઓએ પાકિસ્તાની સેના સામે મોરચો ખોલ્યો છે તેનાથી સ્પષ્ટ છે કે ચીનનો પ્રોજેક્ટ ફરી એકવાર નિષ્ફળ જવાનો છે. ચીને CPEC કોરિડોરના નિર્માણ માટે મોટી સંખ્યામાં તેના એન્જિનિયરો અને અધિકારીઓને તૈનાત કર્યા છે.
સીપીઇસી વિરૂદ્ધ બીએલએનું ઓપરેશન
બલૂચ લડવૈયાઓ સામે લડવા માટે પાકિસ્તાન સેનાએ જૂન મહિનામાં જ ઓપરેશન 'આજમ-એ-ઇસ્તેખામ' શરૂ કર્યું હતું. પાકિસ્તાનને આશા હતી કે આ ઓપરેશન દ્વારા તે બલૂચ આર્મી પર કાબૂ મેળવી લેશે, પરંતુ પાકિસ્તાનનું આ પગલું તેના પર વળતો જવાબ આપી રહ્યું છે. બલૂચ લડવૈયાઓ હવે વધુ ગુસ્સે થયા છે અને ઓપરેશનની શરૂઆતથી જ પાકિસ્તાની સેના પર હુમલા તેજ કર્યા છે. બલૂચ લિબરેશન આર્મી (BLA), બલોચ લિબરેશન ફ્રન્ટ (BLF) અને તહરીક-એ-તાલિબાન (TTP) આ હુમલાઓમાં સાથે મળીને કામ કરી રહ્યા છે.
ચીન અને પાકિસ્તાન માટે ખરાબ સમાચાર
BLAએ દાવો કર્યો છે કે તેણે બલૂચિસ્તાનના તુર્બતમાં આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલામાં 130 પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા છે. હાલમાં પાકિસ્તાની સેનાએ આ મુદ્દે કોઈ જવાબ આપ્યો નથી. પરંતુ હવે બલૂચ આર્મી દ્વારા આપવામાં આવેલ નિવેદન પાકિસ્તાન અને ચીન બંને માટે ખરાબ સમાચાર છે. BLAએ ધમકી આપી છે કે જો ચીની નાગરિકો ગ્વાદર અને બલૂચિસ્તાન નહીં છોડે તો તેમની નરસંહાર કરવામાં આવશે.
મજીદ બ્રિગેડ ચીનીઓ પર કરશે હુમલો
બલૂચ લિબરેશન આર્મી કમાન્ડર દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં પાકિસ્તાન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સ્પષ્ટ સ્વરમાં ધમકી આપવામાં આવી છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેણે ચીની નાગરિકોને નિશાન બનાવવા માટે એક અલગ બ્રિગેડની રચના કરી છે, જેનું નામ માજીદ બ્રિગેડ છે. આ યુનિટના લડવૈયાઓ CPEC પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ચીની નાગરિકોને નિશાન બનાવશે.