શોધખોળ કરો

શું અમેરિકાએ બંધ કર્યા શેખ હસીના માટે દરવાજા? US એ પૂર્વ PM ના વિઝા રદ્દ કરવા પર કહી આ વાત

Bangladesh: બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાની મુશ્કેલી અટકવાનું નામ નથી લઈ રહી. હજુ સુધી બ્રિટન તરફથી પણ કોઈ ફેંસલો લેવામાં આવ્યો નથી. આ બાજુ અમેરિકાએ પણ શેખ હસીના માટેના દરવાજા બંધ કરી દીધા છે.

Bangladesh Crisis:  બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે પોતાનો દેશ છોડી ગયેલી શેખ હસીના હાલમાં ભારતના હિંડન એરબેઝ પર છે. આ દરમિયાન અમેરિકાએ પણ શેખ હસીના માટે પોતાના દરવાજા બંધ કરી દીધા છે. અમેરિકાએ શેખ હસીનાના વિઝા કેન્સલ કરી દીધા છે એટલે કે તે અત્યારે અમેરિકા જઈ શકે તેમ નથી.

ધ બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ અમેરિકાએ શેખ હસીનાના વિઝા રદ કર્યા છે. આ અટકળો વચ્ચે, બાંગ્લાદેશમાં યુએસ એમ્બેસીના પ્રવક્તા લિયોનાર્ડ હિલે મંગળવારે બપોરે (ઓગસ્ટ) માહિતી આપતા કહ્યું કે વ્યક્તિગત વિઝા રેકોર્ડ્સ પર જાહેરમાં ચર્ચા કરી શકાતી નથી. તેમણે કહ્યું કે અમેરિકી કાયદા હેઠળ વિઝા રેકોર્ડ ગોપનીય છે. તેથી, અમે કોઈની સાથે વ્યક્તિગત વિઝા બાબતોની વિગતોની ચર્ચા કરતા નથી.

જાણો અમેરિકા સાથેના સંબંધો બગડ્યા છે કે કેમ?

એવું માનવામાં આવે છે કે બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશ અને અમેરિકા વચ્ચેના સંબંધો સારા નહોતા, જેના કારણે તે હવે સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ દરમિયાન શેખ હસીનાએ મિલિટરી બેઝ બનાવવા માટે આ ટાપુ અમેરિકાને આપવાનો પણ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.

શું શેખ હસીનાને બ્રિટનમાં આશ્રય મળી શકે છે?

એવી માહિતી છે કે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ભારતથી લંડન જઈ શકે છે. જો કે હજુ સુધી મંજુરી ન મળવાને કારણે શેખ હસીના તેની બહેન શેખ રેહાના સાથે ભારતમાં છે. દરમિયાન, બ્રિટનના ગૃહ મંત્રાલયે એનડીટીવીને જણાવ્યું હતું કે, "જરૂરિયાત ધરાવતા લોકોને સુરક્ષા પૂરી પાડવાનો અમારી પાસે સારો રેકોર્ડ છે. પરંતુ અમારા ઇમિગ્રેશન નિયમોમાં એવી કોઈ જોગવાઈ નથી કે જેઓ આશ્રય અથવા અસ્થાયી આશ્રય મેળવવા માટે યુકેની મુસાફરી કરે." આવી સ્થિતિમાં જે લોકોને આંતરરાષ્ટ્રીય સુરક્ષાની જરૂર હોય તેઓએ પહેલા તે જ દેશમાં આશ્રય માટે અરજી કરવી જોઈએ જ્યાં તેઓ પોતાનો દેશ છોડીને પહોંચ્યા હોય.

બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ લેમીએ સોમવારે (5 ઓગસ્ટ) બાંગ્લાદેશમાં છેલ્લા બે અઠવાડિયામાં થયેલી હિંસા અને જાનમાલના નુકસાનની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે બ્રિટન બાંગ્લાદેશના શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક ભવિષ્યને સુનિશ્ચિત કરવા પગલાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. હસીનાએ બ્રિટનમાં રાજકીય શરણ માંગ્યુ હોવાના અહેવાલો પર સરકારે કોઈ ટિપ્પણી કરી નથી. હોમ ઓફિસના સૂત્રોએ માત્ર એટલું જ સૂચવ્યું છે કે દેશના ઇમિગ્રેશન નિયમો ખાસ કરીને વ્યક્તિઓને આશ્રય મેળવવા માટે બ્રિટનની મુસાફરી કરવાની મંજૂરી આપતા નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
Embed widget