ટ્રમ્પની જીત બાદ બિટકોઇનમાં રેકોર્ડ તેજી, 89000 ડોલરને પાર પહોંચ્યો ક્રિપ્ટો
કોઇન મેટ્રિક્સ અનુસાર, ફ્લેગશિપ ક્રિપ્ટોકરન્સીની કિંમત છેલ્લે 12 ટકાથી વધીને 89,174 ડોલર પર પહોંચી હતી
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટાયા બાદ બિટકોઇનમાં રેકોર્ડ તેજી યથાવત છે. બિટકોઇનની કિંમત 89000 ડોલરને પાર પહોંચી ગઇ હતી. બિટકોઇનની તેજીએ ક્રિપ્ટો માર્કેટના ઓવર ઓલ વેલ્યૂને ટોચ પર પહોંચાડી દીધી છે. પાંચ નવેમ્બરના રોજ અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી બાદથી સૌથી મોટો લગભગ 30 ટકાનો ઉછાળો આવ્યો છે અને મંગળવારની સવારે 89,623 ડોલરના ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગયો હતો. જોકે, બાદમાં તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
કોઇન મેટ્રિક્સ અનુસાર, ફ્લેગશિપ ક્રિપ્ટોકરન્સીની કિંમત છેલ્લે 12 ટકાથી વધીને 89,174 ડોલર પર પહોંચી હતી. તાજેતરમાં તેની કિંમતો 89,623ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ઈથરની કિંમતમાં ગત સપ્તાહમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ઇથર 7 ટકાથી વધીને 3,371.79 ડોલર પર પહોંચી હતી. કાર્ડાનો સાથે જોડાયેલ વિકેન્દ્રિત ફાઇનાન્સ ટોકનમાં 4.7 ટકાનો વધારો થયો હતો. Dogecoinમાં લગભગ 24 ટકાનો ઉછાળો આવ્યો હતો. સોમવારે નિયમિત ટ્રેડિંગ સેશનમાં Coinbase 19.8 ટકા વધીને બંધ થયો, જ્યારે MicroStrategy 25.7 ટકાનો ઉછાળો આવ્યો હતો.
ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ Hargreaves Lansdownના હેડ સુસાન્ના સ્ટ્રીટરે નોંધ્યું હતું કે ગયા અઠવાડિયે ટ્રમ્પની જીતથી બજારમાં "ઉત્સાહ" વચ્ચે ક્રિપ્ટોની કિંમતોમાં ઉછાળો આવ્યો હતો. "ક્રિપ્ટો પર સંપૂર્ણ રીતે આગળ વધવાની તેમના વચનના કારણે બિટકોઇનને નવી ઊંચાઈ હાંસલ કરી છે. ટ્રમ્પે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનના ચેરમેન ગેરી ગેન્સલરને પણ હટાવવાનું વચન આપ્યું હતું - જેમણે ક્રિપ્ટો માટે આક્રમક અભિગમ અપનાવ્યો છે. જોકે રાષ્ટ્રપતિ પાસે તેઓને હટાવવાની સત્તા નથી.
ટ્રમ્પે ક્રિપ્ટો ફ્રેન્ડલી નિયમોનું વચન આપ્યું છે અને તેમની રિપબ્લિકન પાર્ટી તેમના એજન્ડાને આગળ વધારવા માટે કોંગ્રેસ પર મજબૂત પક્કડ બનાવી રહી છે. તેમના વચનોમાં રણનીતિક યુએસ બિટકોઇન સ્ટોકપાઇલની સ્થાપના અને ટોકનના ઘરેલું ખનનને પ્રોત્સાહન આપવાનું સામેલ છે. તેમનું વલણ રાષ્ટ્રપતિ બાઇડનના કાર્યકાળમાં વિનિમય આયોગ દ્ધારા વિભાજનકારી ઉદ્યોગ પર કરવામાં આવેલી કાર્યવાહીથી એક મોટો ફેરફાર છે. આ ફેરફારે નાના અને મોટા ટોકનના સટ્ટા ખરીદીને પ્રોત્સાહન આપ્યું છે.
ડેરીબિટ એક્સચેન્જના ડેટા અનુસાર, ઓપ્શન માર્કેટમાં રોકાણકારો એ વાત પર દાવ લગાવી રહ્યા છે કે બિટકોઇન વર્ષના અંત સુધીમાં 100,000 ડોલર પાર કરી જશે. આ વચ્ચે સોફ્ટવેર ફર્મ માઇક્રોસ્ટ્રેટેજી ઇન્ક જે એક્સચેન્જ, ટ્રેડેટ ફંડ સેક્ટરની બહાર બિટકોઇનનો સૌથી મોટો સાર્વજનિક રીતે બિઝનેસ કરનાર કોર્પોરેટ હોલ્ડર છે. જેણે 31 ઓક્ટોબરથી 10 નવેમ્બર વચ્ચે લગભગ 27,200 બિટકોઇન લગભગ બે બિલિયન ડોલરમા ખરીદ્યા હતા.