શોધખોળ કરો
Advertisement
2020માં શું થશે મોટી ઉથલ-પાથલ? આ બાબાએ કરી ચોંકવનારી ભવિષ્યવાણી? જાણો વિગત
બાબા વેન્ગાની મોટાભાગની ભવિષ્યવાણી સાચી પડી છે. જેમાંથી સોવિયેત સંધનું વિભાજન, વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001ના થયેલો હુમલો, રાજકુમારી ડાયનાનું મૃત્યુ અને પ્રાકૃત્તિક મુશ્કેલીઓનો સમાવેશ થાય છે
બુલ્ગારિયાના ભવિષ્યવક્તા બાબા વેન્ગાએ 2020ને લઈને ભવિષ્યવાણી કરી છે જે ચોંકાવનાર છે. બાબા વેન્ગાનું અસલી નામ વેંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું. વર્ષ 1911માં તેમનો જન્મ થયો હતો જ્યારે 1966માં તેમનું નિધન થયું હતું. 12 વર્ષની ઉંમરે બાબા વેન્ગાએ તેમની આંખો ગુમાવી દીધી હતી ત્યાર બાદ તેમને અહેસાસ થયો હતો કે, ભગવાને તેમની આંખો છીનવી લીધી છે પરંતુ એક આગવી શક્તિ પ્રદાન કરી છે.
બુલ્ગારિયાના ભવિષ્યવક્તા બાબા વેન્ગાએ મરતા પહેલા 85 વર્ષની ઉંમરે 2020 માટે ભવિષ્યવાણી કરી હતી. બાબા વેન્ગાના જણાવ્યા પ્રમાણે, સમગ્ર યુરોપમાં 2020માં મુસ્લિમ કટ્ટરપંથીઓ ચરમસીમા પર જોવા મળશે. ભવિષ્યવેતા વેન્ગા પ્રમાણે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ રહસ્યમયી બિમારી થાય તેવી સંભાવના છે જેના કારણે તેમના મગજ પર અસર જોવા મળશે.
વેન્ગા અનુસાર 2020માં સમગ્ર દુનિયામાં ભારે ઉથલ પાથલ જોવા મળશે. પ્રલય અને કુદરતી સંકટ પણ આવશે. લોકોની માનસિક સ્થિતિમાં પરિવર્તન આવશે. 2020માં લોકોને ધર્મના નામે વિભાજીત કરી દેવાશે જોકે હાલ ભારત સહિત અન્ય દેશો પર એક નજર કરીએ તો આ ભવિષ્યવાળી સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે.
ભવિષ્યવાણી અનુસાર 2020માં બ્રહ્માંડમાં જીવનની ખોજ કરવામાં આવશે એ વાતની જાણ થશે કે પૃથ્વી પર જીવન પહેલી વખત કેવી રીતે આવ્યું હતું. વેન્ગા પ્રમામે, 2020માં ત્રણ દિગ્ગજ દેશ એક સાથે આવીને સમગ્ર દુનિયા પર રાજ કરશે. 2020માં ચીન એક મહાશક્તિ તરીકે સ્થાપિત થશે. આ ત્રણ મહાન દેશ એટલે ચીન, ભારત અને રશિયા હશે.
નોંધનીય છે કે, બાબા વેન્ગાની મોટાભાગની ભવિષ્યવાણી સાચી પડી છે. જેમાંથી સોવિયેત સંધનું વિભાજન, વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001ના થયેલો હુમલો, રાજકુમારી ડાયનાનું મૃત્યુ અને પ્રાકૃત્તિક મુશ્કેલીઓનો સમાવેશ થાય છે. બાબા વેન્ગાએ 2004માં સુનામી, આફ્રિકી અમેરિકી મુળના વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે અને ચરમપંથી ધર્મની ભવિષ્યવાણી કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion