શોધખોળ કરો

Bulgaria Accident : બસમાં આગ ફાટી નીકળતાં 46 લોકોના મોત

સોફિયામાં નોર્થ મેસેડોનિયાના દૂતાવાસના અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટનાનો ભોગ બનેલા મોટાભાગના ઉત્તર મેસેડોનિયાના નાગરિકો હતા.

બલ્ગેરીયાના પશ્ચિમી ભાગમાં મંગળવારે હાઈવે પર ઉત્તરી મેસેડોનિયાઈ નંબર પ્લેટ વાળી બસમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં લગભગ 46 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. મૃતકોમાં બાળકો પણ સામેલ છે.ગંભીર રીતે દાઝી જનારા લોકોને રાજધાની સોફિયાની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

નિકોલાઈ નિકાલોવીએ જણાવ્યું કે બસમાં આગને કારણે 46 લોકોના મોત નિપજ્યા છે.  આ ઘટના સ્થાનીય સમયાનુસાર મધ્યરાત્રિએ બે વાગે થઈ હતી. સોફિયામાં નોર્થ મેસેડોનિયાના દૂતાવાસના અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટનાનો ભોગ બનેલા મોટાભાગના ઉત્તર મેસેડોનિયાના નાગરિકો હતા. અધિકારીએ જણાવ્યું કે આગ કયા કારણોસર લાગી તે ઘટનાની હજુ સુધી જાણી શકાઈ નથી. એ પણ જાણી શકાયું નથી કે આગ ક્રેશ પહેલા કે પછી લાગી હતી. હાલ ઘટના સ્થળને સીલ કરી દેવાયું છે.

અધિકારીઓએ એ વાતની પુષ્ટી કરી છે કે મૃતકોમાં નોર્થ મેસેડોનિયાના રહેવાસી અને બાળકો પણ સામેલ છે. સોફિયાથી અંદાજીત 45 કીલોમિટર પશ્ચિમમાં સ્ટુમા હાઈવે પર દર્દનાક ઘટના સર્જાઈ હતી. ઘટના સમયે બસમાં કુલ 53 મુસાફરો સવાર હતા. સોફિયાના ઈમરજન્સી હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે સળગતા શરીરે સાત લોકોએ બસમાંથી જીવ બચાવવા માટે છલાંગો લગાવી દીધી હતી. તેમણે જણાવ્યું તે હાલમાં સાત લોકોની સ્થિતિ સારી છે.

અરવલ્લીઃ માલપુરના સોનિકપુર ગામ પાસે ગઈ કાલે સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો છે. અકસ્માતમાં વધુ એક ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. લગ્નપ્રસંગ પતાવી પરત આવતા પરિવારને અકસ્માત નડ્યો હતો. રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. ગંભીર રીતે ઘાયલ ચાર અમદાવાદ લોકોને ખસેડાયા હતા.અકસ્માતમાં કુલ મૃત્યુઆંક ત્રણ થયો છે. ગઈ કાલે આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા. માલપુર પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી છે. 

અન્ય એક અકસ્માતમાં કચ્છમાં ભુજના દેશલપર (વાઢાય) પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોલેરો અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. દાદા દાદી પાર્ક પાસે અકસ્માતમાં બોલેરામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. બોલેરોમાં સવાર અન્ય 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 વડે હોસ્પિટલમાં ખસેડાયા છે. સવારના 7.15 સર્જાયેલા અકસ્માતમાં બોલેરોનો ભુક્કો બોલી ગયો. બોલેરોમાં પવનચક્કીના કર્મચારીઓ સવાર હતા. ઇજાગ્રસ્તોમાં 1 થી 2 જણની હાલત નાજુક હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. સ્કૂલ બસમાં સવાર બાળકો હેમખેમ છે. કોઈને પણ ઇજા પહોંચી નથી. 

બનાસકાંઠામાં પાલનપુર આબુરોડ હાઇવે પર વહેલી સવારે 5.30 આસપાસ થયો અકસ્માત સર્જાયો હતો. અનાજની બોરિયો ભરેલા ટ્રકે પલ્ટી મારી હતી.  અકસ્માતમાં ટ્રકની નીચે કાર દબાઈ ગઈ હતી. તાલુકા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પોલીસે ક્રેન બોલાવી કારના પતરા કાપી એક યુવકને જીવતો કાઢ્યો બહાર. યુવકને સારવાર માટે પાલનપુર સિવિલ ખસેડાયો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget