ક્યાં દેશમાં મળે છે સૌથી સસ્તું સોનું, ભાવ જાણી તમે પણ ચોંકી જશો
ભારતમાં સદીઓથી સોનાને સલામત અને નફાકારક રોકાણ તરીકે જોવામાં આવે છે. આ જ કારણ છે કે જ્યારે પણ સોનાની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે લોકો તેને ઝડપથી ખરીદવા લાગે છે.
Gold: ભારતમાં સદીઓથી સોનાને સલામત અને નફાકારક રોકાણ તરીકે જોવામાં આવે છે. આ જ કારણ છે કે જ્યારે પણ સોનાની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે લોકો તેને ઝડપથી ખરીદવા લાગે છે. આ વિચારસરણીને કારણે જ્યારે કોઈ વ્યક્તિ ભારતથી દુબઈ જાય છે ત્યારે તે ત્યાંથી સસ્તું સોનું ખરીદવાનું પણ વિચારે છે. કારણ કે ભારતની સરખામણીમાં દુબઈમાં સોનું સસ્તા ભાવે મળે છે.
પરંતુ શું તમે જાણો છો કે દુબઈ કરતા સસ્તું સોનું ભારતના પાડોશી દેશમાં ઉપલબ્ધ છે ? હા, અમે વાત કરી રહ્યા છીએ ભૂટાનની. હિમાલયનો આ નાનકડો દેશ સોનાના ભાવની દ્રષ્ટિએ મોટી સંભાવના તરીકે ઉભરી આવ્યો છે. અહેવાલો અનુસાર ભૂટાનમાં સોનાના ભાવ દુબઈ કરતા 5 થી 10 ટકા ઓછા છે. આ જ કારણ છે કે હવે ઘણા લોકો ભૂટાન જઈને સોનું ખરીદવાનું પ્લાનિંગ કરવા લાગ્યા છે.
ભુટાનમાં સોનું કેમ સસ્તું છે ?
ભુટાનમાં સોનું સસ્તું થવા પાછળ ઘણા કારણો છે. સૌથી મહત્ત્વનું કારણ એ છે કે ત્યાં સોના પર કોઈ ટેક્સ નથી. આ સિવાય ભુટાનમાં સોનાની આયાત પર પણ ખૂબ જ ઓછી ડ્યૂટી લગાવવામાં આવે છે. ભારતીય નાગરિકોને એ હકીકતનો પણ ફાયદો થાય છે કે ભારત અને ભૂટાનની કરન્સી વચ્ચે કોઈ ખાસ તફાવત નથી. આ તમામ કારણોને લીધે દુબઈ કરતાં ભૂટાનમાં સોનું સસ્તું છે.
ભુતાનથી સોનું ખરીદવાના મહત્વના નિયમો
જો કે, ભારતીય નાગરિકોએ ભૂટાનથી સોનું ખરીદવા માટે કેટલાક નિયમોનું પાલન કરવાની જરૂર છે:
સૌપ્રથમ, પ્રવાસીઓએ ભૂટાન સરકાર દ્વારા માન્ય હોટલમાં ઓછામાં ઓછી એક રાત રોકાવું જરૂરી છે.
સોનું ફક્ત યુએસ ડોલરમાં જ ખરીદી શકાય છે, તેથી તમારે તમારી સાથે ડોલર રાખવા જરૂરી છે.
દરેક ભારતીય પ્રવાસીએ 1,200 રૂપિયાથી 1,800 રૂપિયા પ્રતિ દિવસની 'સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી (SDF)' ચૂકવવી પડે છે.
ભૂટાન સરકારના નાણા મંત્રાલય દ્વારા અધિકૃત દુકાનોમાંથી જ સોનું ખરીદી શકાય છે.
ખરીદી કરતી વખતે રસીદ લેવી ફરજિયાત છે, જેથી પાછળથી કોઈ સમસ્યા ન થાય.
ભારતીય નાગરિકો એક જ મુલાકાતમાં 20 ગ્રામ સુધી ડ્યુટી ફ્રી સોનું ખરીદી શકે છે.
જો તમે આ નિયમોનું પાલન કરો છો, તો તમે પણ ભૂટાન જઈ શકો છો અને સસ્તું ભાવે સોનું ખરીદી શકો છો. આ માત્ર એક સારું રોકાણ જ નથી સાબિત થઈ શકે છે પરંતુ એક ઉત્તમ મુસાફરીનો અનુભવ પણ પ્રદાન કરી શકે છે.





















