શોધખોળ કરો
Advertisement
ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને ‘જૉકર’ કહેનારા બિઝનેસમેનને સંભળાવી 18 વર્ષની સજા
એક સ્થાનિક કોર્ટે રેનને સજા સભળાવી છે. તેમણે ભ્રષ્ટાચાર, લાંચ અને પદના દુરુપયોગ કરવા મામલે દોષી ઠેરવ્યા છે અને તેને 18 વર્ષની સજા સંભળાવી હતી.
નવી દિલ્હી: ચીનમાં રાષ્ટ્રપતિ શિ જિનપિંગની ટીકા કરવું એક બિઝનેસમેનને ભારે પડ્યું છે. ચીનમાં કોરોના વાયરસ મહામારી સામે લડવાના રાષ્ટ્રપતિના નીતિ નિયમોની જાહેરમાં આલોચના કરનાર સંપદા કંપનીના પૂર્વ અધ્યક્ષને ભ્રષ્ટાચાર મામલે 18 વર્ષની જેલની સજા સંભળાવી છે. સરકારે ખુદ તેમની સજાના ફેસલાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, ઝિકિયાંગ સેન્સરશિપ સહિત અનેક મુદ્દા પર બોલવાને લઈ ચર્ચામાં હતા. હાલમાં જ તેમનો એક લેખ ઘણો ચર્ચામાં રહ્યો હતો. તેમાં તેમણે રાષ્ટ્રપતિ જિનપિંગ પર મહામારી સામે યોગ્ય રીતે નિયંત્રણ ન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જોકર પણ કહ્યા હતા. તેના બાદ તે ગાયબ હતા.
એક સ્થાનિક કોર્ટે રેનને સજા સભળાવી છે. તેમણે ભ્રષ્ટાચાર, લાંચ અને પદના દુરુપયોગ કરવા મામલે દોષી ઠેરવ્યા છે અને તેને 18 વર્ષની સજા સંભળાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement