શોધખોળ કરો
Advertisement
ચીનના વૈજ્ઞાનિકે કોરોના વાયરસનો કેટલા અઠવાડિયામાં ખાતમો થવાનો કર્યો દાવો, જાણો વિગતે
ચીનથી ફેલાયેલા આ કોરોના વાયરસે વિશ્વભરના દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. સમગ્ર વિશ્વમાં 48,000થી વધારે લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસને લઇને હવે ચીનના જ એક મોટા વૈજ્ઞાનિકે દાવો કર્યો છે. કોરાના વાયરસના એક્સપર્ટે દાવો કર્યો છે કે આગામી ચાર અઠવાડિયામાં કોરોના વાયરસનો ખાતમો થઇ જશે, અને આખી દુનિયા પહેલા જેવી થઇ જશે.
કોરોનાના ખાતમા અંગે ચીનના કોરોના એક્સપર્ટ ડૉ.ઝોન્ગ નૈનશૈનએ ભવિષ્ય કરતા કહ્યું કે, આગામી ચાર અઠવાડિયામાં કોરાનાના મામલાઓમાં કમી આવશે.
83 વર્ષીય ડૉ.ઝોન્ગ નૈનશૈન હાલ ચીનની સરકાર દ્વારા તૈનાત મુખ્ય ટીમના પ્રમુખ છે, અને કોરોના વાયરસના એક્સપર્ટ છે. તેમને કહ્યું કે ચીનમાં કોરોનાનો બીજો હુમલો નહીં થાય અમે મૉનિટરીંગ સિસ્ટમને બહુ મજબૂત કરી દીધી છે. આ વાત તેમને એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન કહી હતી. બાદમાં આ ઇન્ટરવ્યૂને ડેલી મેલ વેબસાઇટે પ્રકાશિત કર્યો હતો.
ડૉ.ઝોન્ગ નૈનશૈન કહ્યું કોરોના સામે લડવાની મુખ્ય રીતે એ છે કે આપણે સંક્રમણથી દુર રહીએ અને તેનાથી દર ઘટશે, આપણને આ સમયે વેક્સીન બનાવવા માટેનો સમય પણ મળી જશે. આમ કરવાથી આપણે કોરોનાના ખતરાનો ઓછો કરી શકીશું. દુનિયાભરના દેશએ કોરોના સામે લીધેલા પગલાંઓને જોતા લાગે છે કે, આગામી ચાર અઠવાડિયામાં કોરોનાનો ખાતમો થઇ જશે, દુનિયા ફરીથી પાછી પાટા પર આવી જશે.
કોરોના વાયરસે વિશ્વભરના દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. સમગ્ર વિશ્વમાં નવ લાખથી વધારે લોકો આ જીવલેણ વાયરસના ભરડામાં આવી ગયા છે અને 48,000થી વધારે લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement