શોધખોળ કરો
Advertisement
આ દેશના એન્જિનીયરોએ બનાવી High Speed Bullet Train, જમીન પર વિમાનની સ્પીડે દોડશે, આંખના પલકારામાં કાપી નાંખશે હજારો કિમીનુ અંતર, જાણો વિગતે
ચીને હાઇસ્પીડ બૂલેટ ટ્રેન બનાવી છે, આની ખાસિયત એ છે કે આ ડ્રાઇવર વિના પાટા પર દોડશે અને ગણતરીની મિનીટોમાં હજારો કિમીનુ અંતર પણ કાપી શકે છે
નવી દિલ્હીઃ આજકાલ ટેકનોલૉજીનો જમાનો છે. દરેક ટેકનોલૉજીનો સહારો લઇને તમામ વસ્તુઓને વધુ ઝડપી અને સુવિધાજનક બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે પાડોશી દેશ ચીનમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે, જે ચોંકાવનારા છે. ચીને હાઇસ્પીડ બૂલેટ ટ્રેન બનાવી છે, આની ખાસિયત એ છે કે આ ડ્રાઇવર વિના પાટા પર દોડશે અને ગણતરીની મિનીટોમાં હજારો કિમીનુ અંતર પણ કાપી શકે છે.
ચીને નવી હાઇ સ્પીડ ટ્રેન મેગ્લેવ ટ્રેનનુ મૉડલ બનાવ્યુ છે. આ ટ્રેન લગભગ 620 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડી શકે છે, એટલે કે આંખના પલકારામાં હજારો કિમીનુ અંતર કાપી શકે છે. આ ટ્રેનના આવ્યા બાદ દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્લેનથી યાત્રા કરનારા લોકો માટે આ એક સારો ઓપ્શન બની શકે છે, કેમકે આ પ્લેનની ઝડપે જમીન પર દોડશે. હાલ ચીનમાં પ્લેનની સ્પીડ 900 કિમી પ્રતિકલાકની છે. આ ટ્રેનના ચાલતા જોઇને એવુ લાગે છે કે જેમે કે ચુંબકીય ટ્રેક્સ પર તરી રહી છે. આ કારણ છે કે આ ટ્રેનને ફ્લૉટિંગ ટ્રેન પણ કહેવામાં આવી રહી છે. આ ટ્રેન મીડિયાની સામે ચેંગડૂમાં લૉન્ચ કરવામાં આવી.
યૂનિવર્સિટી રિસચર્સે 165 મીટરનો ટ્રેક બનાવ્યો, જેના પર આ ટ્રેનના લૂક અને અનુભવને પ્રદર્શિત કરવામાં આવ્યુ. ટ્રેનની લંબાઇ લગભગ 21 મીટરની છે. આ ટ્રેન પર કામ કરનારા પ્રૉફેસરનું કહેવુ છેકે ટ્રેક પર દોડવામાં આને લગભગ 3થી લઇને 10 વર્ષનો સમય લાગી શકે છે.
ઉલ્લેખનીય છે કે ચીનની સૌથી ફાસ્ટ સ્પીડની ટ્રેન મગ્લેવ 2003માં ચાલવાની શરૂ થઇ ગઇ હતી. આની મેક્સિમમ સ્પીડ 431 કિમી પ્રતિ કલાકની છે. જ્યારે 600 કિમી પ્રતિ કલાકની હાઇ સ્પીડ મેગ્લેવ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને 2016માં શરૂ કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement