શોધખોળ કરો
Advertisement
ચીની વડાપ્રધાન કહ્યું- પાકિસ્તાન સાથે અમારી અતૂટ દોસ્તી
અમેરિકા: અમેરિકાના ન્યૂયૉર્કમાં ચીનના વડાપ્રધાન લી કેકિયાંગે પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ સાથે મુલાકાત પછી કહ્યુ ચીન અને પાકિસ્તાનની વચ્ચે અતૂટ દોસ્તી છે. ચીનની આધિકારિક સમાચાર એંજસી શિન્હઆ અનુસાર કેકિયાંગે કહ્યું કે ચીન અને પાકિસ્તાને હંમેશા દરેક મુદ્દા પર એક બીજાને સાથ આપ્યો છે. અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા ચાલી રહી છે. પાકિસ્તાની પીએમે બુધવારે (21 સપ્ટેબર) પોતાના નિવેદનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેકિયાંગે કહ્યું કે ચીન પાકિસ્તાનની સાથે ખુલ્લો સહયોગ વધારવા માંગે છે અને બન્ને દેશોના સંબંધ સારા બનાવવા માંગે છે. કેકિયાંગે જણાવ્યું કે બન્ને દેશોની વચ્ચે તૈયાર થઈ રહેલા ચીન-પાકિસ્તાન ઈકોનૉમિક કૉરીડૉર (સીપીઈસી)માં સકારાત્મક વિકાસ થઈ રહ્યો છે. કેકિયાંગે કહ્યું કે બન્ને દેશો ગવાદર બંદરના નિર્માણમાં ઝડપી બનાવશે અને આર્થિક રીતે વધુમાં વધુ કંપનીઓને લાવવાની કોશિશ કરશે.
જો કે, શિન્હઆ દ્વારા જાહેર રિપોર્ટમાં કેકિયાંગ તરફથી કાશ્મીરના મુદ્દા પર કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. જ્યારે અમુક પાકિસ્તાન અખબારોએ એવા અહેવાલ ચલાવ્યા હતા કે, “લી કેકિયાંગે કહ્યું, ચીન કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનની સાથે છે.” રિપોર્ટ પ્રમાણે શરીફે પણ બન્ને દેશોની વચ્ચે સંબંધોમાં આવેલી પ્રગતિને લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
બોલિવૂડ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion