શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના અંગે વિજ્ઞાનીઓએ આપેલી આ ચેતવણીને ગંભીરતાથી ના લીધી તો પસ્તાશો, જાણો કઈ રીતે ફેલાય છે ચેપ ?
વાઇરસ બંધ જગ્યામાં હવામાં તરે છે અને તેનો ચેપ બધાને લાગે છે. જ્યાં પૂરતા હવાઉજાસ ન હોય ત્યાં ભીડવાળી જગ્યામાં આ મહત્વનું પરિબળ બની રહે તેમ છે.
નવી દિલ્હીઃ બત્રીસ દેશોના 239 વિજ્ઞાનીઓએ વિશ્વ આરોગ્ય સંસ્થાને ખુલ્લો પત્ર લખી હવામાં તરતાં નાના કણો દ્વારા લોકોને કોરોનાનો ચેપ લાગતો હોવાના પુરાવાઓ રજૂ કરી વિશ્વ આરોગ્ય સંસ્થાને તેની ભલામણોમાં સુધારો કરવા જણાવ્યું છે. આ પત્રને સંશોધકો સાયન્ટિફિક જર્નલમાં પ્રકાશિત કરવાની યોજના ધરાવે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાનો દાવો છે કે જ્યારે કોરોનાનો દર્દી કફ કાઢે કે છીંકે ત્યારે જે ટીપાં પડે તેમાંથી કોરોના વાઇરસનો ચેપ લાગે છે. બીજી તરફ અમુક વિજ્ઞાાનીઓ એમ માને છે કે કોરોના વાઇરસનો ચેપ હવામાં તરતાં કણો દ્વારા લાગે છે. એટલે કે તેનો ચેપ હવા દ્વારા કોઇને પણ લાગી શકે છે.
વાઇરસ બંધ જગ્યામાં હવામાં તરે છે અને તેનો ચેપ બધાને લાગે છે. જ્યાં પૂરતા હવાઉજાસ ન હોય ત્યાં ભીડવાળી જગ્યામાં આ મહત્વનું પરિબળ બની રહે તેમ છે.
WHO એવું કહેતું રહ્યું છે કે, કોરોના મુખ્યત્વે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે, જ્યારે સંક્રમિત વ્યક્તિને ઉધરસ કે છીંક દરમિયાન તેના મોં કે નાકથી મીકળતા પાણીના ડ્રોપથી બીજી વ્યક્તિ સુધી પહોંચે છે. જ્યારે અનેક દેશોના વૈજ્ઞાનિકો તેનાથી અલગ વિચારે છે.
આ વૈભાનિકોનું કહેવું છે કે, સંક્રમિત વ્યક્તિની ઉધરશ અને છીંકવાથી નીકળતા મોટા ડ્રોપલેટની સાથે સાથે તેમના દ્વારા શ્વાસ છોડવા દરમિયાન બહાર નીકળતા પાણીના નાના નાના ડ્રોપ પણ એક ઓરડા જેટલી લંબાઈ સુધી હવામાં ફેલાઈ શકે છે અને અન્ય વ્યક્તિને સંક્રમિત કરી શકે છે. જોકે WHOનું કહેવું છે કે, વાયરસનાં હવામાં હોવાના પૂરાવની વાત કરવામાં આવી રહી છે. પરંતુ તેના પર વિશ્વાસ ન કરી શકાય.
WHOના સંક્રમણ નિયંત્રણની ટીમના ટેકનીક પ્રમુખ ડોક્ટર બેંડેટા અલેગ્રેંજીએ આ મામલે કહ્યું કે, ખાસ કરીને થોડા મહિનામાં અમે એ કહી ચૂક્યા છે કે હવામાં કોરોના વાયરસનો ચેપ ફેલાઈ શકે છે. પરંતુ તેના સ્પષ્ટ પૂરાવા હજુ સુધી મળ્યા નથી.’
અગાઉ સપાટી પરથી ફેલાતા ફોમાઇટને મામલે પણ વિશ્વ આરોગ્ય સંસ્થાને તેની વાત સુધારવી પડી હતી. હવે સપાટી પરથી ફેલાતા ચેપનું પ્રમાણ નહિવત હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. સંશોધકોએ આક્ષેપ કર્યો હતો કે વિશ્વ આરોગ્ય સંસ્થા એરોસોલ અને ટીપાં વચ્ચે ખોટા ભેદ પાડે છે. જ્યારે બંને રીતે લોકોને કોરોનાનો ચેપ લાગે છે.
એપ્રિલમાં જ 36 વિજ્ઞાાનીઓએ લિડિયા મોરવસ્કાની આગેવાની હેઠળ વિશ્વ આરોગ્ય સંસ્થાને કોરોના હવા દ્વારા ફેલાઇ રહ્યો હોવાના પુરાવા વધી રહ્યા હોવાની જાણ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion