શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સમગ્ર દુનિયામાં સંક્રમણના કુલ કેસ 14 લાખને પાર, 81 હજારથી પણ વધારે લોકોનાં નિપજ્યાં મોત, કયા દેશોમાં કેવી છે સ્થિતિ? જાણો
સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના કુલ કેસ 1,410,095 થઈ ગયા છે. અત્યાર સુધીમાં 81,010 લોકોએ જીવ ગુમાવ્યા છે.
સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના કુલ કેસ 1,410,095 થઈ ગયા છે. અત્યાર સુધીમાં 81,010 લોકોએ જીવ ગુમાવ્યા છે. 300,739 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકામાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં અહીં 385,985 કેસ નોંધાય છે અને 12,230 લોકોએ જીવ ગુમાવ્યો છે.
અમેરિકામાં 24 કલાકમાં 18,981 કેસ નોંધાયા છે અને 1,371 લોકોના મોત નિપજ્યાં છે. ન્યૂયોર્કમાં શટડાઉન 15 તરીખ સુધી લંબાવી દેવામાં આવ્યું છે. ચીનમાં પહેલીવાર એકપણ મોત થયું નથી. કોરોનાના સંક્રમણને રોકવા માટે જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. સ્પેનમાં એક દિવસમાં 556 લોકોનાં મોત સાથે અહીં કુલ કેસ 140,511 લાખ અને મૃત્યુઆંક 13,897 નોંધાયા છે.
ઈટલી અને સ્પેન બાદ અમેરિકામાં મોતનો આંકડો 12 હજારને પાર થઈ ગયો છે. સૌથી વધારે પ્રભાવિત ન્યૂયોર્કમાં માત્ર પાંચ હજાર લોકોનાં મોત નિપજ્યાં છે. તેમાંથી અડધા તો ન્યૂયોર્ક સિટીમાં લોકોના મોત નિપજ્યાં છે. અમેરિકાએ એશિયાના દેશોમાં ફસાયેલા તેના 29 હજાર નાગરિકોને ખાસ વિમાન દ્વારા પરત બોલાવી લીધા છે. માત્ર ભારતમાં 1300 અમેરિકન હતા.
બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં ઈટલીમાં વધુ 604 લોકોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક 17,127 થયો છે. 3,039 નવા કેસ સામે આવ્યા છે. ફ્રાંસમાં કોરોનાને લીધે મૃત્યુઆંકમાં અકલ્પનીય વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ફ્રાંસમાં 1,417 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ઈંગ્લેન્ડ પણ કોરોના સામે લગભગ નિસહાયની સ્થિતિમાં છે. અહીં 786 લોકોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક 6,159 થયો છે. આ ઉપરાંત બેલ્જિયમમાં 403 લોકોના મોત નિપજ્યાં છે. કોરોનાને કારણે લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે.
સાઉદી અરેબિયાના આરોગ્ય પ્રધાને ચિમકી આપી છે કે, દેશમાં આગામી સપ્તાહોમાં કોરોનાના કેસ 200,000 પહોંચી શકે છે. સાઉદી અરેબિયામાં અત્યાર સુધીમાં 2,795 લોકો સંક્રમિત થયા છે અને 41 લોકોનાં મોત નિપજ્યાં છે. આરોગ્ય પ્રધાન તૌફીક અલ-રબિહને સાઉદી પ્રેસ એજન્સિ સમક્ષ એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે દેશમાં કેટલાક અભ્યાસ-તારણોમાં કોરોના સંક્રમિતની સંખ્યા લઘુત્તમ 10,000થી મહત્તમ 200,000 રેન્જમાં રહી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion