શોધખોળ કરો
Advertisement
કોરોનાની રસીને લઈ આવ્યા સૌથી મોટો સમાચાર, આ દેશ 12 ઓગસ્ટે કોરોનાની વેક્સીનનું કરાવશે રજિસ્ટ્રેશન?
સમગ્ર દુનિયામાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. ત્યારે કોરોનાની રસી બનાવવામાં 160 દેશો સામેલ છે તેમાં રશિયા સૌથી આગળ છે. છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે.
સમગ્ર દુનિયામાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. ત્યારે કોરોનાની રસી બનાવવામાં 160 દેશો સામેલ છે તેમાં રશિયા સૌથી આગળ છે. છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. રશિયા 12 ઓગસ્ટે કોરોનાની વેક્સીન ધરાવનારો પ્રથમ દેશ બનશે. આ રસી રશિયાના ગામાલેયા નેશનલ રિચર્સ સેન્ટર અને રશિયન સરંક્ષણ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી છે.
રશિયાએ તૈયાર કરેલી વેક્સીનને રજિસ્ટર્ડ કરવા માટે તમામ તૈયારી થઈ ગઈ છે. મીડિયાના અહેવાલો પ્રમાણે રશિયા વેક્સીનનું 12મી ઓગસ્ટે રજિસ્ટર કરાવશે. રજિસ્ટર્ડ થયા બાદ રશિયા કોરોના મહામારી સામે લડવા માટે રસી તૈયાર કરનારો પ્રથમ દેશ બની જશે.
રશિયાની આ કોરોના રસીને અન્ના પાપોવા નામની વોચડોગ સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પરંતુ નિષ્ણાંતોએ જે રીતે રસી તૈયાર કરવા માટે ફાસ્ટ ટ્રેક અભિગમ અપનાવવામાં આવ્યો છે તેની ટીકા કરી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ રશિયાને કોરોના રસી નિશ્ચિત ગાઈડલાઈન્સ પ્રમાણે, સલામત અને અસરકારક બની રહે તે રીતે વિકસાવવાની કડક સલાહ આપવામાં આવી હતી. આ દરમિયાન લંડનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ચેપના નવા એક હજાર કરતાં વધારે કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion