શોધખોળ કરો

Coronavirus: અમેરિકા બાદ સૌથી વધુ સંક્રમિત દર્દીઓની સંખ્યા બ્રાઝીલમાં, અત્યાર સુધી 3 લાખ 30 હજાર કેસ નોંધાયા

વર્લ્ડોમીટર મુજબ, દુનિયાભરમાં અત્યાર સુધીમાં 53 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.જેમાંથી 3 લાખ 39 હજાર 418 લોકોના મોત થયા છે. જ્યારે 21 લાખ 56 હજાર 288 લોકો સારવાર લઈ સ્વસ્થ થયા છે.

બ્રાસીલિયા: અમેરિકા બાદ બ્રાઝીલમાં કોરોના વાયરસથી સૌથી વધુ સંક્રમિત છે. કોરોના કેસ મામલે એક દિવસ પહેલા રશિયા દુનિયામાં બીજા નંબરે હતું. હવે 19,969 નવા કેસ વધ્યા બાદ બ્રાઝીલ બીજા નંબરે આવી ગયું છે. બ્રાઝીલમાં 3 લાખ 30 હજાર 890 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે અમેરિકા અને રશિયામાં ક્રમશ: 16 લાખ 45 હજાર અને 3 લાખ 26 હજાર લોકો કોરોનો પોઝિટિવ આવ્યા છે. કોરોના મહામારીનું સૌથી મોટું કેન્દ્ર હાલ અમેરિકા છે. જ્યાં 97 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે બ્રાઝીલ પણ તેની તરફ વધી રહ્યું છે. અહીં અઠવાડિયાથી દરરોજ 15 હજાર નવા કેસ સામે આવી રહ્યાં છે. દરરોજ એક હજાર જેટલા મોત થઈ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 19,969 નવા સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે અને 966 લોકોના મોત થયા છે. આ પહેલા 17,564 લોકો કોરોના પોઝિટિવ હતા અને 1188 લોકોના મોત થયા હતા. વિશેષજ્ઞોનું કહેવું છે કે, અહીં વાસ્તવિક આંકડા 15 ગણા વધુ હોઈ શકે છે. બ્રાઝીલમાં 3.30 લાખ સંક્રમિતોમાંથી 1 લાખ 35 હજાર લોકો સારવાર બાદ સાજા થયા છે. એક લાખ 74 હજાર એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસ મામલે બ્રાઝીલ દુનિયામાં ત્રીજા નંબરનો દેશ છે. જ્યારે રશિયા બીજા નંબરે છે. રશિયામાં રિકવરી રેટ ઓછો છે, જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 23 હજાર છે. બ્રાઝિલ બાદ સૌથી વધુ એક્ટિવ કેસ ફ્રાન્સ અને ભારતમાં છે. ભારતમાં રિકવરી રેટ 41 ટકા છે. અહીં 1 લાખ 25 હજાર સંક્રમિત કેસમાંથી 51 હજારથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે 70 હજારથી વધુ એક્ટિવ કેસ છે. 12 દેશોમાં એક લાખથી વધુ કેસ રશિયા,બ્રાઝીલ,સ્પેન, યૂકે,ઈટલીમાં કોરોના કેસની સંખ્યા બે લાખને પાર પહોંચી છે. આ સિવાય 6 દેશ એવા છે જ્યા એક લાખથી વધુ કોરોનાના કેસ છે. અમેરિકા સહિત આ 12 દેશોમાં કુલ 40 લાખ કેસ છે. અમેરિકા સિવાય રશિયા અને બ્રાઝીલમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. પાંચ દેશ (અમેરિકા, સ્પેન,ઈટલી,ફ્રાંસ, બ્રિટન)એવા છે, જ્યાં 25 હજારથી વધુ મોત થયા છે. અમેરિકામાં મોતનો આંકડો 97 હજારને પાર પહોંચ્યો છે. ચીન ટોપ-10 સંક્રમિત દેશની યાદીમાંથી બહાર થઈ ગયું છે. અમેરિકા : કેસ- 1,645,084, મોત- 97,640 બ્રાઝીલ: કેસ- 330,890, મોત- 21,048 રશિયા: કેસ- 326,448, મોત- 3,249 સ્પેન: કેસ- 281,904, મોત- 28,628 યૂકે: કેસ- 254,195, મોત- 36,393 ઈટલી: કેસ- 228,658, મોત- 228,658 ફ્રાંસ:કેસ- 182,219, મોત- 28,289 જર્મની:કેસ- 179,713, મોત- 8,352 ટર્કી: કેસ- 154,500, મોત- 4,276 ઈરાન: કેસ- 131,652, મોત- 7,300
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Embed widget