Coronavirus Crisis: વધુ બે મોટા દેશોએ ભારતથી આવતી ફ્લાઇટ પર મૂક્યો પ્રતિબંધ, જાણો વિગત
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,79,257 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3645 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,69,507 લોકો ઠીક પણ થયા છે. દેશમાં કુલ કેસ એક કરોડ 73 લાખ 76 હજાર 524 થયા છે.
નવી દિલ્હીઃ ભારતમાં હાલ કોરોનાની બીજી લહેર ફરી વળી છે. દેશમાં ભયજનક રીતે વધી રહેલા કોરોનાના કેસના કારણે ઘણા દેશો ભારતીયોના પ્રવેશ તથા ફ્લાઇટ પર પ્રતિબંધ મુકી દીધો છે. આ દરમિયાન કેનેડાએ ભારતથી આવતી ફ્લાઇટ પર એક મહિના સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે જર્મનીએ પણ સંક્રમણ ધરાવતાં જોખમી દેશમાં ભારતનો સમાવેશ કરીને જે લોકોએ છેલ્લા 10 દિવસમાં ભારતનો પ્રવાસ કર્યો હોય તેવા વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પહેલા જે દેશોએ પ્રતિબંધ લગાવ્યો હતો તે દેશોનું લિસ્ટ આ પ્રમાણે છે.
ન્યૂઝીલેન્ડ: ભારતમાં વધતા જતા સંક્રમણના કારણે ન્યૂઝીલેન્ડ સરકારે પણ ભારતીયોની એન્ટ્રી પર પ્રતિબંધ લાગવી દીધો છે. ન્યૂઝીલેન્ડે 28 એપ્રિલ સુધી ભારતીયોની એન્ટ્રી પર પ્રતિબંઘ લગાવી દીધો છે.
બ્રિટન: ભારતની કોરોના સંક્રમણની વિસ્ફોટ સ્થિતિને જોતા અને ભારત વેરિએન્ટથી તેમના દેશને બચાવવા માટેબ્રિટને પણ કોરોના વાયરસ ટ્રાવેલના રેડ લિસ્ટમાં ભારતને સામેલ કર્યું છે. બ્રિટનમાં ભારત વેરિએન્ટના 103 કેસ નોંધાતાં આ નિર્ણય લેવાયો છે.
પાકિસ્તાન: પાકિસ્તાને પણ ભારતીયોની એન્ટ્રી પર 2 સપ્તાહ માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
હોંગકોંગ: હોંગકોગેમાં પણ 20 એપ્રિલથી 3 મે સુધી ભારતથી આવતી ફ્લાઇટ રદ્દ કરી દેવાઇ છે ઉપરાંત સાઉદી અરબે પણ 3 ફેબ્રુઆરીથી ભારત સહિત 20 દેશોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો છે. જો તેમને ટાઇમ લાઇન જાહેર નથી કરી. ભારતમાં ઝડરપભેર વધતાં કોરોનાના કેસને કારણે આ તમામ દેશોમાં હાલ પુરતી ભારતીયોને એન્ટ્રી નહીં મળે.ઓમાને પણ ભારતીયોની એન્ટ્રી પ્રતિબંઘિત કરી છે.
ઓસ્ટ્રેલિયા:ઓસ્ટ્રેલિયાએ પણ ભારતના યાત્રીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને ગુરુવારે જાહેરાત કરી કે ભારત સહિત કોરોનાના સૌથી વધારે ખતરો ધરાવતા જુદા જુદા દેશોથી આવનારી ઉડાનોની સંખ્યા ઘટાડવામાં આવશે. તેમણે વિશ્વભરમાં કોરોના વાયરસના સંક્રમણના ઝડપથી વધતા કેસની વચ્ચે આ નિર્ણય કર્યો છે.
ઓમાન: ભારતમાં ઝડરપભેર વધતાં કોરોનાના કેસને કારણે ઓમાને પણ ભારતીયોની એન્ટ્રી પર પ્રતિબંઘ લગાવી દીધો છે..
અમેરિકા: ભારતમાં વધતા જતાં કેસના પગલે અમેરિકા બાઇડન સરકારે પણ ભારતીયોને શક્ય હોય ત્યાં સુધી અમેરિકાનો પ્રવાસ ન કરવા માટે સલાહ આપી છે.
સિંગાપોર: શિંગોપોરે પણ ભારતીયોની એન્ટ્રી પર 24 એપ્રીલથી બેન લગાવતા તમામ ફ્લાઇટસ રદ્ કરી છે.
સાઉદી અરબ:સાઉદી અરબે પણ 3 ફેબ્રુઆરીથી ભારત સહિત 20 દેશોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો છે. જો તેમને ટાઇમ લાઇન જાહેર નથી કરી. ભારતમાં ઝડરપભેર વધતાં કોરોનાના કેસને કારણે આ તમામ દેશોમાં હાલ પુરતી ભારતીયોને એન્ટ્રી નહીં મળે.ઓમાને પણ ભારતીયોની એન્ટ્રી પ્રતિબંઘિત કરી છે.