શોધખોળ કરો
અમેરિકામાં કોરોનાની બીજી લહેરથી હાહાકાર, એક જ દિવસમાં આટલા બધા કેસ નોંધાતા લોકોમાં ગભરાટ, જાણો વિગતે
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના બે લાખથી વધુ નવા કેસ સામે આવતા લોકોમાં ગભરાટ પેદા થયો છે. આ સાથે દેશમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 10 કરોડ 55 લાખ 9 હજાર 184 થઇ ગઇ છે

પ્રતિકાત્મક તસવીર
નવી દિલ્હીઃ દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી દેશ અમેરિકામાં કોરોના વાયરસ મહામારીએ કેર વર્તાવ્યો છે. કોરોનાની બીજી લહેરે આખા અમેરિકામાં હાહાકાર મચાવી દીધો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના બે લાખથી વધુ નવા કેસ સામે આવતા લોકોમાં ગભરાટ પેદા થયો છે. આ સાથે દેશમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 10 કરોડ 55 લાખ 9 હજાર 184 થઇ ગઇ છે. વેબસાઇટ વર્લ્ડોમીટર અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસથી અત્યાર સુધી 2 લાખ 45 હજાર 799 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અત્યાર સુધી આ મહામારીથી 66 લાખ 1 હજાર 331 લોકો સાજા થઇને પોતાના ઘરે જઇ ચૂક્યા છે, જેમાં 19 હજાર 374 લોકોની હાલત ગંભીર છે. અમેરિકામાં હજુ વધુ ખરાબ સમય આવવાનો બાકી.... વિશેષણોને ચિંતા વ્યક્ત કરી છે કે અમેરિકામાં આગામી ઠંડા દિવસોમાં અને રજાઓ માટે તૈયાર નથી, જ્યારે આ સમયે કોરોના વાયરસ મહામારી સૌથી ઘાતક તબક્કામાં આવી શકે છે. ધ ગાર્ડિયનના એક લેખ અનુસાર અમેરિકામાં હજુ કોરોના વકરી શકે છે. યુનિવર્સિટીના આપાતકાલિન ક્લાસના ચિકિત્સક મેગન રાને કહ્યું કે અમેરિકામાં હજુ સૌથી ખરાબ સમય આવવાનો બાકી છે. આ દેશનુ ભાગ્યા આગામી બે મહિના પર નિર્ભર રહેશે.
વધુ વાંચો





















