શોધખોળ કરો

ભારતના આ પડોશી દેશમાં આવી કોરોનાની ચોથી લહેર, મે મહિના બાદ નોંધાયા સૌથી વધુ કેસ

પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ સપ્તાહ કરતાં પણ ઓછા સમયથી નવા મામલામાં ત્રણ ગણો વધારો થયો છે. નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાનમાં કોરોનાની ચોથી લહેર ઝડપથી આગળ વધશે.

લાહોર: કોરોનાના મામલે ભારતને ટોણા મારનારા ઈમરાન ખાનના (Pakistan PM Imran Khan) દેશ પાકિસ્તાનમાં કોવિડની ચોથી લહેર (Coronavirus Fourth Wave) ઝડપથી આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં  અહીં મેં મહિના બાદ સૌથી વધુ કેસ નોંધાયા છે. પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ સપ્તાહ કરતાં પણ ઓછા સમયથી નવા મામલામાં ત્રણ ગણો વધારો થયો છે. નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાનમાં કોરોનાની ચોથી લહેર ઝડપથી આગળ વધશે.

હેલ્થ અધિકારીઓના કહેવા મુજબ ચોથી લહેર માટે જનતાની બેદરકારી જવાબદાર છે. આ ઉપરાંત સંક્રમણના મામલા વધવા માટે કારોબાર (Business) અને પર્યટન સ્થળો (Tourist Spots) ફરીથી ખોલવાને જવાબદાર ગણાવાઈ રહ્યા છે. હેલ્થ અધિકારીઓએ સરકારને લોકડાઉન (Lockdown) લગાવવાની માંગ કરી છે, તેમના કહેવા મુજબ ઈદ-ઉલ-અઝહા પણ સ્વાસ્થ્ય સંબંધી પ્રતિબંધો સાથે મનાવવી જોઈએ.

પોઝિટિવ દર સૌથી વધારે

આંકડા મુજબ પાકિસ્તાનમાં 30 મેના રોજ પોઝિટિવ દર 4.05 ટકા હતો. દરરોજ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવતાં લોકોની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે. રવિવારે જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1980 નવા મામલા સામે આવ્યા અને સંક્રમણ દર 4.09 ટકા હતો. 21 જૂને 663 નવા મામલા નોંધાયા હતા. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રાલયે જણાવ્યું કે 30 મે બાદ પ્રથમ વખત સંક્રમણ દર ચાર ટકાને પાર થયો છે.

મહામારીમાં બોર્ડની પરીક્ષા યથાવત

વર્લ્ડોમીટરના આંકડા મુજબ પાકિસ્તાનમાં કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુકેલા લોકોની કુલ સંખ્યા 9,75,092 છે. છેલ્લા 24 કલાકમાં 27 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 22,597 થયો છે. આંકડા મુજબ 9,13,203 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે, જ્યારે 2,119 લોકોની હાલત ગંભીર છે. સરકાર રસીકરણ પર ભાર મુકી રહી છે પરંતુ અત્યાર સુધીમાં માત્ર 1.90 કરોડ ડોઝ જ આપી શકાયા છે. વિપક્ષની ચેતવણી અને વિદ્યાર્થીઓના પ્રદર્શન છતાં સરકાર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની પરીક્ષા યોજી રહી છે. જેનાથી સંક્રમણના મામલા વધી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

ABP Premium

વિડિઓઝ

Surat Railway Station Scuffle : સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓ વચ્ચે કેમ થઈ ગઈ બબાલ?Uttarayan 2025 : પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર, હવે કાચ પાયેલી દોરી પર પણ પ્રતિબંધAhmedabad School Girl Mysterious Death : ઝેબર સ્કૂલની ધો-3ની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોતAmreli Fake Lettter Newsa: આજે કોંગ્રેસના ધરણા પુરા, પરેશ ધાનાણીએ સરકાર અને પોલીસ પર કર્યા પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત

Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત

આગામી પાંચ વર્ષમાં આ સેક્ટરોમાં આવશે 17 કરોડ નોકરીઓ, જાણો વિગત

Embed widget