શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: વિશ્વના અનેક દેશોએ વધી રહેલા સંક્રમણ બાદ લગાવ્યા નવા પ્રતિબંધો, જાણો વિગત
જાપાનની રાજધાનીમાં શુક્રવારે એક જ દિવસમાં 293 મામલા આવ્યા હતા. જે બાદ ઘરેલુ પર્યટનને વેગ આપવા આવેલી છૂટને ટોકિયોએ પરત લઈ લીધી છે.
લંડનઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. દુનિયામાં અત્યાર સુધીમાં 213 દેશો કોરોના સંક્રમણની ચપેટમાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2.36 લાખ નવા કેસ સામે આવ્યા છે., જ્યારે 5468 લોકોના મોત થયા છે. જેને લઈ અનેક દેશોએ નવા પ્રતિબંધો મુક્યા છે.
ઈઝરાયલમાં એક જ દિવસમાં 1900 નવા મામલા સામે આવ્યા બાદ ફરીથી પ્રતિબંધો મુકી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહએ લોકડાઉનને લઈ વચગાળાના પગલાની જાહેરાત કરી છે. જે મુજબ સપ્તાહના અંતિમ બે દિવસ સ્ટોર, મોલ, સલૂન, પર્યટન સ્થળ બંધ રહેશે.
જાપાનની રાજધાનીમાં શુક્રવારે એક જ દિવસમાં 293 મામલા આવ્યા હતા. જે બાદ ઘરેલુ પર્યટનને વેગ આપવા આવેલી છૂટને ટોકિયોએ પરત લઈ લીધી છે.
સ્પેનના ઉત્તર અરેગન અને કાતાલૂનિયામાં નવા મામલા સામે આવ્યા છે. બાર્સિલોનામાં લોકોને ઘરમાં જ રહેવાનું કહેવાયું છે. આ ઉપરાંત નાઇટ ક્લબ, જિમ બંધ કરી દેવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયાએ પણ સૌથી ગીચ વસ્તી ધરાવતા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સે પ્રતિબંધ વધારવાની જાહેરાત કરી હતી. વિશ્વમાં સૌથી વધારે સંક્રમણ ધરાવતા દેશોમાં છઠ્ઠા ક્રમે રહેલા સાઉથ આફ્રિકાની સરકારે કેટલાક પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી છે.
કોરોના સંક્રમણના આંકડા પર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડોમીટર મુજબ, દુનિયામાં એક કરોડ 41 લાખથી વધુ લોકો સંક્રમિત છે, જ્યારે મૃતકોની સંખ્યા પાંચ લાખ 99 હજારને પાર પહોંચી છે. સ્વસ્થ થયા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે અને અત્યાર સુધીમાં 84 લાખથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દુનિયાભરમાં હાલ પણ 51 લાખ એક્ટિવ કેસ છે અને તેની સારવાર ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ઓટો
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion