શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: અમેરિકામાં મૃતકોની સંખ્યા એક લાખ નજીક, ગુજરાતીઓની વસતિવાળા બે શહેરમાં છે વધારે કેસ
વર્લ્ડોમીટર પ્રમાણે અમેરિકામાં કોરોના વાયરસના મૃતકોની સંખ્યા મંગળવારે સવારે સુધીમાં વધીને 17 લાખ 06 હજારને પાર કરી ગઈ છે.
વોશિંગ્ટનઃ અમેરિકા વિશ્વમાં કોરોના વાયરસનું કેન્દ્ર બની ગયું છે. અહીંયા મહામારી ભયાનક રૂપ લઈ રહી છે. સોમવારે અમેરિકામાં 19,790 કેસ સામે આવ્યા અને 505 લોકોના મોત થયા હતા. જ્યારે એક દિવસ પહેલા 19,608 નવા કેસ સામે આવ્યા અને 617 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સમગ્ર વિશ્વના એક તૃતીયાંશ કોરોના દર્દીઓ અમેરિકામાં છે. અહીંયા 17 લાખથી વધારે લોકો કોરોનાથી પ્રભાવિત થઈ ચુક્યા છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, કેલિફોર્નિયામાં સૌથી વધારે મામલા જોવા મળી રહ્યા છે.
વર્લ્ડોમીટર પ્રમાણે અમેરિકામાં કોરોના વાયરસના મૃતકોની સંખ્યા મંગળવારે સવારે સુધીમાં વધીને 17 લાખ 06 હજારને પાર કરી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 99,805 પર પહોંચી છે. 4 લાખ 62 હજાર લોકો સ્વસ્થ થયા છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં 3,72,494 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં જ 29,310 લોકોના મોત થયા છે. જે બાદ ન્યૂજર્સીમાં 1,56,602 કોરોના દર્દીમાંથી 11,155 લોકોના મોત થયા છે. આ ઉપરાંત મેસાચુસેટ્સ, ઈલિનોયસ પણ સૌથી વધારે પ્રભાવિત થયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટ કરીને કહ્યું કે, દેશમાં કોરોના સંક્રમણના મામલા અને તેનાથી થનારા મોતની સંખ્યા ઘટી રહી છે. અમેરિકામાં કોરોના વાયરસથી થનારા મોતનો આંકડો એક લાખ પહોંચવાનો છે તેવા જ સમયે તેમણે આ ટ્વિટ કર્યુ છે. થોડા દિવસો પહેલા વ્હાઇટ હાઉસના અધિકારી ડૉ ડેબોરાહ બર્ક્સે કહ્યું હતું કે, હોસ્પિટલોમાં કોરોના દર્દીની સંખ્યામાં 50 ટકા સુધી ઘટાડો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion