શોધખોળ કરો
Advertisement
Coronavirus: અમેરિકાના 19 રાજ્યોમાં શરૂ થયો ડ્રાઈવ થ્રૂ ટેસ્ટ, જાણો શું છે આ ટેસ્ટ
કોરોના વાયરસના સંક્રમિતો અંગે શક્ય તેટલી વહેલી ખબર પડે તે માટે આ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે.
વોશિંગ્ટનઃ અમેરિકા કોરોના વાયરસથી પ્રભાવિત થનારા વિશ્વના અગ્રણી દેશો પૈકીનો એક બની ગયો છે. આજ દિન સુધીમાં અહીંયા 2400થી વધારે લોકોના મોત થયા છે. આ સ્થિતિમાં સંક્રમિતોની જલદી ખબર પડે તે માટે અમેરિકાના 19 રાજયોમાં ડ્રાઈવ થ્રૂ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે.
શું છે ડ્રાઈવ થ્રૂ ટેસ્ટ
ડ્રાઈવ થ્રૂ ટેસ્ટનો મતલબ તમે કારમાં બેઠા હોય ત્યારે જ ટેસ્ટ થાય છે. તમે કાર લઈને નિર્ધારીત સ્થળે પહોંચો ત્યારે મેડિકલ ટીમ તમારી પાસે આવીને સેમ્પલ લેશે. જે બાદ તમારે ત્યાંથી રવાના થઈ જવાનું હોય છે. જો તમારો રિપોર્ટ પોઝિટિવ આવે તો સંપર્ક કરવામાં આવશે. કોઈપણ વ્યક્તિ આ ટેસ્ટ કરાવી શકે છે.
કેમ શરૂ કરવામાં આવ્યો ડ્રાઈવ થ્રૂ ટેસ્ટ
કોરોના વાયરસના સંક્રમિતો અંગે શક્ય તેટલી વહેલી ખબર પડે તે માટે આ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, રાજ્યો અને વોલમાર્ટ, ટાર્ગેટ, સીવીએસ જેવા રિટેલ સ્ટોર્સમાં પમ પણ ડ્રાઇવ થ્રૂ ટેસ્ટ સાઇટ્સ ખોલવામાં આવશે.
USમાં Lockdown થશે ?
ઈટાલી, સ્પેન બાદ કોરોના વાયરસનું ત્રીજું સૌથી મોટું કેન્દ્ર બનવા જઈ રહેલા અમેરિકામાં છેલ્લા ત્રણ દિવસમાં મૃતકોની સંખ્યા બમણી થઈ ગઈ છે. તેમ છતાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાડ ટ્રમ્પે સૌથી વધુ પ્રભાવિત ન્યૂયોર્કમાં લોકડાઉન કરવાના પ્રસ્તાવને હાલ ફગાવી દીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement