શોધખોળ કરો
Coronavirus: સ્પેનના પ્રધાનમંત્રીના પત્ની કોરોના પૉઝિટિવ, દેશમાં 196 લોકોનાં મોત
આ પહેલા પીએમ સાંચેજના કેબિનેટના બે મંત્રીઓ પણ પોઝિટિવ મળી આવ્યા હતા. જેના પગલે અન્ય મંત્રીઓની પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ બે મંત્રીઓ સિવાય તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

સ્પેન: કોરના વાયરસથી દુનિયાભરના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. કોરોના સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહે છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 5,832 લોકોનાં મોત થયા છે. તે સિવાય સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,56,438 થઈ ગઈ છે. મોટા મોટા ખેલાડીઓ, અભિનેતાઓથી લઈ રાજનેતાઓ પણ આ વાયરસની ચપેટમાં આવી ગયા છે. બ્રિટનના આરોગ્ય મંત્રી, કેનેડાના પ્રધાનમંત્રના પત્ની સોફી બાદ હવે સ્પેનના પ્રધાનમંત્રના પત્ની પણ આ વાયરસની ચપેટમાં આવી ગયા છે.
સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજ(Pedro Sanchez)ના પત્ની બેગોના ગોમેજ(Begona Gomez) કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. સ્પેનની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું કે, બેગોનાને તપાસ બાદ પૉઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેના બાદ તેમની મેડ્રિડ સ્થિત પ્રધાનમંત્રી આવાસ પર હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ પહેલા પીએમ સાંચેજના કેબિનેટના બે મંત્રીઓ પણ પોઝિટિવ મળી આવ્યા હતા. જેના પગલે અન્ય મંત્રીઓની પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ બે મંત્રીઓ સિવાય તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
સ્પેનમાં 196 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેના બાદ સરકારે બે અઠવાડિયા માટે ઈમરજન્સી જાહેર કરી દીધી છે. ઉલ્લેખનીય સ્પેનમાં 6391 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જ્યારે 517 લોકોને રિકવર પણ કરી લેવાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં કોરોના કારણે 217 લોકોની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગાંધીનગર
અમદાવાદ
ગુજરાત
Advertisement
