શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: કેનેડાના પીએમ ટ્રૂડોની પત્ની કોરોના પોઝિટિવ, પીએમથી અલગ રહેશે
પીએમ જસ્ટિન ટ્રૂડોનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે. તેમ છતાં તે ઓફિસ જવાથી બચી રહ્યા છે.
નવી દિલ્હીઃ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડેની પત્ની સોફી ટ્રૂડો પણ કોરોનાનો ભોગ બની છે. તેઓ કોરોના પોઝિટિવ જણાઈ છે. આ અહેવાલ બાદથી કેનેડામાં પણ કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે. કેનેડામાં અત્યાર સુધી કોરોનાના 142 કેસ સામે આવ્યા છે અને એક મોત પણ થયું છે.
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોની પત્ની સોફી ટ્રૂડો બ્રિટેનના એક કાર્યક્રમમાંથી ભાગ લઈને પરત આવ્યા હતા. બ્રિટેનથી પરત ફર્યા બાદ ડોક્ટરોને તેણમે શરદી અને ઉધરસની ફરિયાદ કરી હતી. ડોક્ટરોએ તરત જ તેમનો ટેસ્ટ કર્યો. રિપોર્ટ આવ્યા બાદ સોફીને કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી. તેમને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તેઓ પ્રધાનમંત્રી જસ્ટિનથી અલગ રહી રહ્યા છે. જોકે પીએમ કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પીએમના પત્નીના લક્ષણ ખૂબ જ હલ્કા છે.
જ્યારે પીએમ જસ્ટિન ટ્રૂડોનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે. તેમ છતાં તે ઓફિસ જવાથી બચી રહ્યા છે. પીએમ જસ્ટિન પોતાના ઘરેથી જ જરૂરી કામ કરશે. પીએમનો રિપોર્ટ સામે આવ્યા બાદ તેઓ પહેલાની જેમ જ સ્વસ્થ છે. રોજીંદા કાર્ય પણ કરી રહ્યા છે.
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીને પણ કોરોના પોઝિટિવ
કોરોના પોઝિટિવ થયેલ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોની પત્ની સોફી બ્રિટેન ગઈ હતી. તમને જણાવીએ કે, બ્રિટેનના સ્વાસ્થ્ય મંત્રી નદીન ડોરિસને પણ કોરોના પોઝિટિવ છે. તે હાલમાં સારવાર હેઠળ છે. તમને જણાવીએ કે, કેનેડામાં 142 કેસ સામે આવી ચૂક્યા છે અને 1નું મોત થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion