શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: અમેરિકામાં RLF-100 દવાને મંજૂરી, ગંભીર દર્દીની સારવારમાં અસરકારક હોવાનો દાવો
કોવિડ-19ની સારવાર માટે એવિપ્ટાડિલ દવાને ન્યૂરોએક્સ તથા રિલીફ થેરાપ્યૂટિક્સે મળીને વિકસાવી છે.
ન્યૂયોર્કઃ અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ કોરોના વાયરસની સારવારમાં આરએલએફ-100 નામની દવાને મંજૂરી આપી દીધી છે. FDA મુંજબ, તેનો ઉપયોગ ઈમરજન્સી સ્થિતિમાં કરી શકાશે. આ દવાને એવિપ્ટાડિલ નામથી પણ ઓળખવામાં આવે છે.
કોવિડ-19ની સારવાર માટે એવિપ્ટાડિલ દવાને ન્યૂરોએક્સ તથા રિલીફ થેરાપ્યૂટિક્સે મળીને વિકસાવી છે. દવા બનાવત કંપની ન્યૂરોએક્સે તેના નિવેદનમાં કહ્યું, એવિપ્ટાડિલ માનવીના ફેફસાના કોષ અને મોનોસાઇટ્સમાં સાર્સ કોરોના વાયરસની કોપી બનતા અટકાવે છે. હ્યુસ્ટનની એક હોસ્પિટલના ડોક્ટરોએ આરએલએફ-100 નામની દવાનું પરીક્ષણ કર્યુ હતું.
પરીક્ષણમાં એવી વાત સામે આવી કે દવાના ઉપયોગથી કોવિડ-19ના ગંભીર દર્દીઓ ઝડપથી સ્વસ્થ થયા હતા. આ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. હ્યુસ્ટન મેથડિસ્ટ હોસ્પિટલે આ દવાના ઉપયોગથી વેંટીલેટર પર રહેલા દર્દીઓ ઝડપથી સ્વસ્થ થવાની જાણકારી આપી હતી.
રિપોર્ટ મુજબ કોવિડ-19ની ઝપેટમાં આવેલા 54 વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે બીમાર હતા, જેમને આ દવા આપવામાં આવી હતી. દવાના ઉપયોગથી વ્યક્તિને ચાર દિવસની અંદર વેંટીલેટર હટાવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત 15થી વધારે દર્દીઓ પર પણ સારવારના સકારાત્મક પરિણામનો દાવો કર્યો હતો.
કોરોના સંક્રમણ પર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા ગુરુવારે સવારે વધીને 49 લાખ 73 હજારને પાર થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં એક લાખ 61 હજાર 596 લોકોના મોત થયા છે. દેશમાં 25.29 લાખ લોકો ઠીક થઈ ગયા છે. જે કુલ સંક્રમિતોના જે કુલ સંક્રમિતોના 50 ટકા છે. 22 લાખ 81 હજાર હજુ પણ વાયરસથી સંક્રમિત છે.
ઓસ્ટ્રેલિયાના આ મોટા શહેરમાં કોરોનાના કેસ વધતાં સીધું દોઢ મહિનાનું લોકડાઉન જાહેર, કોઈને બહાર નિકળવાની પણ છૂટ નહીં
મમતા બેનર્જીએ આ જિલ્લામાં લાદયું અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન, જાણો કેવા આકરાં નિયંત્રણો મુકવામાં આવ્યા
CR પાટીલે પેટાચૂંટણી-સંગઠનમાં નિમણૂકો મુદ્દે ભાજપના ક્યા જૂના નેતાને સોંપી મોટી જવાબદારી ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion