શોધખોળ કરો
મમતા બેનર્જીએ આ જિલ્લામાં લાદયું અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન, જાણો કેવા આકરાં નિયંત્રણો મુકવામાં આવ્યા
નાદિયાના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ વિભૂ ગોયલે કહ્યું, નાદિયા જિલ્લામાં કોરોનાના કેસ વધતા શુક્રવારે મધરાતથી અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાયો છે.

કોલકાતાઃ દેશમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. 1 ઓગસ્ટથી અનલોક-3ની શરૂઆત થયા બાદ દેશમાં રોજના 50 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણને લઈ દેશના અનેક રાજ્યોએ લોકડાઉન લંબાવ્યું છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં પણ શુક્રવારે મધરાતથી સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે. નાદિયાના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ વિભૂ ગોયલે કહ્યું, નાદિયા જિલ્લામાં કોરોનાના કેસ વધતા શુક્રવારે મધરાતથી અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાતં રાણાઘાટ જિલ્લાના કલ્યાણી અને રાણાઘાટ પેટા વિભાગ, કૃષ્ણનગર જિલ્લાના સદર અને તેહતા પેટાવિભાગોના વિસ્તારોમાં એક વ્યાપક લોકડાઉન લાગુ કરવામાં આવશે. દુકાન, માર્કેટ, કોમ્પલેક્સ બંધ રહેશે. પબ્લિક અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ પણ બંધ રહેશે. લગ્ન અને અંતિમ સંસ્કારની મંજૂરી આપવામાં આપ, પરંતુ તેમાં પણ કડક નિયમોનું પાલન કરવું પડશે અને મર્યાદીત લોકો જ ઉપસ્થિત રહી શકશે તેમ જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું. નાદિયામાં અત્યાર સુધીમાં 1231 પોઝિટિવ કેસ અને 12 લોકોના મોત થયા છે. પશ્ચિમ બંગાળમાં બુધવારે 24 કલાક દરમિયાન એક દિવસના સૌથી વધારે 2816 પોઝિટિવ કેસ અને 61 લોકોના મોત થયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 80,984 પર પહોંચી છે અને 22,315 એક્ટિવ કેસ છે. CR પાટીલે પેટાચૂંટણી-સંગઠનમાં નિમણૂકો મુદ્દે ભાજપના ક્યા જૂના નેતાને સોંપી મોટી જવાબદારી ? વલસાડમાં 7 ઈંચ વરસાદમાં બિલ્ડરની કાર પાણીમાં તણાઈ, 24 કલાક પછી ક્યાંથી મૃતદેહ મળ્યો ? Corona Update: દેશમાં 24 કલાકમાં નોંધાયા 56 હજારથી વધારે કેસ, અમેરિકા-બ્રાઝિલને રાખ્યા પાછળ
વધુ વાંચો





















