શોધખોળ કરો
Advertisement
કોરોના સામે આર્થિક રીતે તુટ્યૂ પાકિસ્તાન, ભારતે જ્યાં આપ્યુ ફંડ ત્યાં જઇને માંગી મદદ
ભારતે શરૂઆતમાં જ સાર્ક દેશોના કૉવિડ-19 ફંડમાં 10 મિલિયન ડૉલરનું ફંડ આપ્યુ હતુ, હવે આ પાકિસ્તાને અહીંથી મદદ માંગી છે
ઇસ્લામાબાદઃ કોરોનાએ પાડોશી પાકિસ્તાનની હાલત એકદમ ખરાબ કરી દીધી છે, કોરોનાના કારણે પાકિસ્તાનમાં આર્થિક સંકટની સ્થિતિ પેદા થઇ ગઇ છે. હવે આ સંકટથી નિપટવા માટે પાકિસ્તાને સાઉથ એશિયન એસોસિએશન ફોર રિઝનલ કૉ-ઓપરેશન (SAARC) પાસે મદદ માટે હાથ લંબાવ્યો છે.
કોરોના સામેની લડાઇમાં આર્થિક રીતે મદદ મેળવવા માટે પાકિસ્તાને સાર્ક પાસેથી 3 મિલિયન અમેરિકન ડૉલરની મદદ માંગી છે.
ભારતે શરૂઆતમાં જ સાર્ક દેશોના કૉવિડ-19 ફંડમાં 10 મિલિયન ડૉલરનું ફંડ આપ્યુ હતુ, હવે આ પાકિસ્તાને અહીંથી મદદ માંગી છે.
પાકિસ્તાન સરકારે ગુરુવારે કૉવિડ-19 ઇમર્જન્સી ફંડ પાસે આ મદદ માંગી હતી. વિદેશ વિભાગ તરફથી આવેલા એક નિવેદનમાં કહેવાયુ છે કે, પાકિસ્તાનના નિર્ણયને સાર્ક સેક્રેટિએટને જણાવતા એ કહેવાયુ છે કે તેમના આધિન ફંડની સારી પ્રક્રિયા થાય, અને આ ફંડના ઉપયોગની ઔપચારિકતા સાર્ક ચાર્ટર અનુસાર સભ્ય દેશોના વિચાર-વિમર્શ દ્વારા કરવામાં આવવો જોઇએ.
આ મામલે પાકિસ્તાનની માંગને લઇને ગુરુવારે વિદેશ સચિવ સોહેલ મહમૂદ અને સાર્કના મહાસચિવ એસલા રુવાન વેરાકૂનની વચ્ચે ટેલિફોન પર થયેલી વાતચીત દરમિયાન ચર્ચા થઇ હતી.
ખાસ વાત છે કે, 15 માર્ચે આને સભ્ય દેશોની વચ્ચે વીડિયો કૉન્ફરન્સિંગ દરમિયાન ભારત તરફથી શરૂઆતમાં આપવામાં આવેલા 10 મિલિયન ડૉલર એટલે કે 76 કરોડ રૂપિયા બાદ સાર્ક કૉવિડ-19 ફંડ બનાવવામાં આવ્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement