(Source: ECI/ABP News/ABP Majha)
Covid-19: અમેરિકાએ જાહેર કરી નવી ગાઇડલાઇન, ચીની યાત્રીઓને USમાં પ્રવેશ અગાઉ બતાવવો પડશે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ
ચીનમાં કોરોનાને કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકાએ કડક બનવાના નિર્દેશ આપ્યા છે
Coronavirus Cases In US: ચીનમાં કોરોનાને કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકાએ કડક બનવાના નિર્દેશ આપ્યા છે. યુએસએ બુધવારે (28 ડિસેમ્બર) ચીનથી આવતા તમામ મુસાફરો માટે કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરી છે. હવે ચીનથી અમેરિકા આવતા તમામ મુસાફરોએ મુસાફરીના બે દિવસ પહેલા કોવિડ ટેસ્ટ કરાવવો અને નેગેટિવ કોરોના રિપોર્ટ બતાવવો જરૂરી બનશે.
#UPDATE: The United States will require negative Covid tests from all air travelers from China, saying Beijing is not sharing enough information about the surge in coronavirus cases there, according to health officials Wednesday.
— AFP News Agency (@AFP) December 28, 2022
યુએસ ફેડરલ હેલ્થ ઓફિસરને ટાંકીને એએફપીએ જણાવ્યું હતું કે ચીન, હોંગકોંગ અને મકાઉથી હવાઈ મુસાફરી કરતા તમામ મુસાફરોએ યુએસ પહોંચવાના બે દિવસ પહેલા કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ નિયમ બે વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ હવાઈ મુસાફરોને લાગુ પડશે. તમામ મુસાફરોએ એરક્રાફ્ટમાં ચડતા પહેલા સંબંધિત એરલાઇનને નેગેટિવ રિપોર્ટ સંબંધિત દસ્તાવેજો આપવા પડશે. નવા નિયમો 5 જાન્યુઆરીથી લાગુ થશે.
ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા અમેરિકા એલર્ટ થઈ ગયું છે. યુએસ ફેડરલ આરોગ્ય અધિકારીએ ફોન બ્રીફિંગમાં પત્રકારોને જણાવ્યું હતું કે બેઇજિંગે ચીનમાં નવા વેરિઅન્ટના ફેલાવા વિશે વૈશ્વિક ડેટાબેઝમાં માત્ર મર્યાદિત ડેટા પ્રદાન કર્યો છે. આ સિવાય ચીનમાં કોરોનાના નવા કેસ પર ટેસ્ટિંગ અને રિપોર્ટિંગમાં પણ ઘટાડો થયો છે.
અમેરિકાના આરોગ્ય અધિકારીએ વધુમાં કહ્યું કે, યુનાઈટેડ સ્ટેટ્સ તેના નાગરિકોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે તેથી અમેરિકા તેના નાગરિકોના જાહેર આરોગ્યની સુરક્ષા માટે ઈરાદાપૂર્વક અને સક્રિય પગલાં લઈ રહ્યું છે. કોવિડ-19ના કોઈપણ સંભવિત પ્રકાર માટે અમેરિકા એલર્ટ છે. તેમણે કહ્યું કે ચીનને લગતી નવી માર્ગદર્શિકા 5 જાન્યુઆરીથી લાગુ થશે.
ચીનના હવાઈ મુસાફરોને લઈને અમેરિકા સાવધાન
અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચીન અને તેની આસપાસના વિસ્તારોમાંથી દરરોજ 290 ફ્લાઈટ્સ યુએસમાં આવે છે. આવી સ્થિતિમાં ચીનમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને જોતા અમેરિકા સાવધ બની ગયું છે. હવાઈ મુસાફરોને લગતો નવો નિયમ સિઓલ, ટોરન્ટો અને વાનકુવર થઈને અમેરિકા આવતા તમામ મુસાફરોને લાગુ પડશે. આ સિવાય જે લોકો અમેરિકાના પ્રવાસના 10 દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવ્યા હતા, તેમણે પણ કોવિડમાંથી રિકવરીનો પુરાવો આપવો પડશે.