શોધખોળ કરો

US Vaccine Scare: કોરોના વેક્સિન લીધા બાદ અમેરિકામાં 10 બાળકોના મોત? FDA ના આંતરિક રિપોર્ટમાં હચમચાવનારો ખુલાસો

FDA COVID vaccine child deaths: હૃદયમાં સોજો આવવાથી જીવ ગયાનો દાવો, વેક્સિનની સુરક્ષા પર ઉઠ્યા ગંભીર સવાલો; વાલીઓમાં ફફડાટ.

FDA COVID vaccine child deaths: વિશ્વની મહાસત્તા અમેરિકામાં કોરોના વેક્સિનની સુરક્ષાને લઈને એક અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત સામે આવી છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના એક લીક થયેલા આંતરિક દસ્તાવેજમાં સ્વીકારવામાં આવ્યું છે કે કોવિડ  19 વેક્સિનની આડઅસરને કારણે 10 બાળકોના મોત થયા છે. આ મૃત્યુ પાછળનું મુખ્ય કારણ બાળકોના હૃદયમાં આવેલો સોજો (માયોકાર્ડિટિસ) હોવાનું તારણ છે. આ અહેવાલ બહાર આવતા જ અમેરિકા સહિત સમગ્ર વિશ્વના વાલીઓમાં ભયનું મોજું ફરી વળ્યું છે અને તબીબી જગતમાં વેક્સિનની આડઅસરોને લઈને નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

FDA નો ખાનગી મેમો અને માયોકાર્ડિટિસ

મીડિયા અહેવાલો અનુસાર, આ સનસનીખેજ ખુલાસો ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન-FDA ના એક 'કોન્ફિડેન્શિયલ મેમો' દ્વારા થયો છે, જે કથિત રીતે ચીફ મેડિકલ ઓફિસર વિનય પ્રસાદ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે વેક્સિન લીધા બાદ આ બાળકોમાં 'માયોકાર્ડિટિસ' (Myocarditis) ના લક્ષણો જોવા મળ્યા હતા, જે હૃદયના સ્નાયુઓમાં આવતો ગંભીર સોજો છે. અત્યાર સુધી આ સ્થિતિને વેક્સિનની ખૂબ જ દુર્લભ આડઅસર માનવામાં આવતી હતી, પરંતુ તે જીવલેણ સાબિત થઈ શકે છે તેવો ડર સાચો પડ્યો છે.

સુરક્ષાના દાવાઓ પોકળ સાબિત થયા

અત્યાર સુધી અમેરિકન સરકાર અને ત્યાંની સ્વાસ્થ્ય એજન્સીઓ બાળકો માટે કોરોના વેક્સિનને સંપૂર્ણપણે સુરક્ષિત ગણાવતી હતી. જોકે, એજન્સીના જ આંતરિક રિપોર્ટથી તેમના દાવાઓ પર પાણી ફરી વળ્યું છે અને વિશ્વસનીયતા પર સવાલો ઉઠ્યા છે. જોકે, આ રિપોર્ટમાં એક બાબતની સ્પષ્ટતા નથી કે મૃત્યુ પામનાર બાળકોની ચોક્કસ ઉંમર શું હતી અને તેમને કઈ ફાર્માસ્યુટિકલ કંપનીની વેક્સિન આપવામાં આવી હતી.

નિયમોમાં બદલાવ અને કડક કાર્યવાહી

આ ઘટસ્ફોટ બાદ FDA કમિશનરે પણ આ તથ્યોની પુષ્ટિ કરી હોવાના અહેવાલો છે. આ ગંભીર ક્ષતિને ધ્યાનમાં રાખીને હવે વેક્સિન મંજૂરીની પ્રક્રિયામાં મોટા ફેરફારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવેથી વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન તમામ વયજૂથ અને વર્ગો પર પરીક્ષણ ફરજિયાત બનાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના ટાળી શકાય. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ વાલીઓ પોતાના બાળકોની વેક્સિન સુરક્ષાને લઈને દ્વિધામાં મુકાઈ ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

Embed widget