શોધખોળ કરો
Advertisement
આગામી કેટલાક દિવસોમાં COVID-19થી સંક્રમિત કેસ 10 લાખ અને મૃત્યુઆંક 50 હજારને પાર પહોંચી જશે: WHO
દુનિયાભરમાં આ જીવલેણ વાયરસથી 940815 કેસ સામે આવ્યા છે. જ્યારે 47836 લોકોના મોત થઈ ચૂક્યા છે. સૌથી વધુ ભયાનક સ્થિતિ ઈટાલીમાં સર્જાઈ છે.
પેરિસ: કોરોનાની મહામારીએ દુનિયાભરના દેશમાં કાળો કહેર વર્તાવ્યો છે. ઝડપથી વધી રહેલા કોરાનાને લઈને ડબ્લૂયએચઓ (WHO)ના પ્રમુખ ડેડ્રોસ અધનોમે (Tedros Adhanom) ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આગામી કેટલાક દિવસોમાં દુનિયાભરમાં કોરોના વાયરસથી પોઝિટિવ કેસોના આંકડો એક મિલિયન(10 લાખ) પર પહોંચી જશે, જ્યારે મૃત્યુઆંક પચાસ હજારને પાર પહોંચી જશે.
ડેડ્રોસે કહ્યું કે, આ મહામારી સામે આવ્યા બાદ આપણે ચોથા મહિનામાં પ્રવેશી ચૂક્યા છે. છેલ્લા પાંચ સપ્તાહમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. મોતના આંકડા બેગણા થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં આ જીવલેણ વાયરસથી 940815 કેસ સામે આવ્યા છે. જ્યારે 47836 લોકોના મોત થઈ ચૂક્યા છે. સૌથી વધુ ભયાનક સ્થિતિ ઈટાલીમાં સર્જાઈ છે. અહીં અત્યાર સુધીમાં 13115 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જ્યારે સ્પેનમાં પણ 10 હજારથી વધુ લોકોએ આ મહામારીથી જીવ ગુમાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement