શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઇરાકના મોસુલ નજીક ટિગરિસ નદીમાં હોડી ડૂબવાથી 83 લોકોના મોત
મોસુલઃ ઇરાકમાં મોસુલ શહેર નજીક ટિગરિસ નદીમાં હોડી ડૂબવાના કારણે ઓછામાં ઓછા 83 લોકોના મોત થયા છે. હોડીમાં ક્ષમતા કરતા વધુ લોકો સવાર હતા જે કુર્દ નવવર્ષ મનાવી રહ્યા હતા. ઉત્તરી નાઇનવેહ પ્રાન્તમાં નાગરિક સુરક્ષાના પ્રમુખ કર્નલ હુસામ ખલીલે કહ્યું કે, ગુરુવારે મોટી સંખ્યામાં લોકો નવરોઝ મનાવવા માટે બહાર નીકળ્યા હતા. નવરોજ કુર્દ નવવર્ષ અને વસંત ઋતુના આગમનો પ્રતિક છે. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા સૈફ અલ બદ્રે કહ્યું કે, તપાસ અભિયાન હજુ પણ ચાલી રહ્યું છે. ખલીલે કહ્યું કે, ટેકનિકલ સમસ્યાઓના કારણે હોડી પલટી ખાઇ ગઇ હતી. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો સામેલ છે. હોડીમાં ક્ષમતાથી વધુ લોકો સવાર હતા અને તમામ લોકો નવું વર્ષ મનાવવા પાસે એક ટાપુ પર જઇ રહ્યા હતા.
રિપોર્ટ્સ અનુસાર, હોડી પર 200થી વધુ લોકો સવાર હતા. સરકારી અધિકારીઓને આશંકા છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. આ ઘટનાને નજરે જોનારા એક વ્યક્તિએ કહ્યું કે, તમામ લોકો મોજ મસ્તી કરી રહ્યા હતા પરંતુ થોડી જ ક્ષણમાં માહોલ બદલાઇ ગયો હતો. અબ્દુલ જબાર અલ જબૂરીને સુરક્ષા દળોએ બચાવ્યો. અબ્દુલ કહે છે કે હોડીમાં મારી સાથે મારી પત્ની અને ત્રણ દીકરીઓ પણ હતી. હજુ સુધી તેમની કોઇ ભાળ મળી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion