દિલ્હી વિસ્ફોટ પાછળ પાકિસ્તાન? બલૂચ નેતાએ કહ્યું- 'આ યુદ્ધની ઘોષણા છે', ભારત સામે મુકી આ માંગ
Delhi blasts news: મીર યાર બલોચે કહ્યું- પાકિસ્તાન એક મહિનો પણ યુદ્ધ સહન નહીં કરી શકે, ભારતે અફઘાનિસ્તાનમાં 10 એરબેસ બનાવવા જોઈએ.

Delhi blasts news: દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આતંકવાદી હુમલા અને શ્રીનગરના વિસ્ફોટ બાદ, બલૂચ માનવાધિકાર કાર્યકર્તા મીર યાર બલોચે એક સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે. તેમણે આ હુમલાઓને પાકિસ્તાન દ્વારા ભારત સામે "યુદ્ધની ઘોષણા" ગણાવ્યા છે. બલોચે ભારત સરકારને આતંકવાદ સામે નિર્ણાયક અને આક્રમક પગલાં લેવા વિનંતી કરી છે, જેમાં ઇઝરાયેલ જેવી રણનીતિ અપનાવવાની અને બલુચિસ્તાન તેમજ અફઘાનિસ્તાનને ખુલ્લી લશ્કરી સહાય આપવાની માંગ પણ સામેલ છે.
પાકિસ્તાનનો 78 વર્ષનો ઇતિહાસ
મીર યાર બલોચે પાકિસ્તાનની આકરી ટીકા કરતાં કહ્યું કે, "છેલ્લા 78 વર્ષોમાં, વિશ્વને પાકિસ્તાન સાથે સંબંધો જાળવવાથી આતંકવાદ, રક્તપાત, અસ્થિરતા, પરમાણુ શસ્ત્રોથી બ્લેકમેઇલિંગ અને તેની ડૂબતી અર્થવ્યવસ્થાને ટેકો આપવાના બોજ સિવાય બીજું કંઈ મળ્યું નથી." તેમણે પાકિસ્તાન પર ગંભીર આરોપો લગાવ્યા.
1990 જેવી પરિસ્થિતિનું પુનરાવર્તન?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની વાત રજૂ કરતાં, મીરે કહ્યું, "પાકિસ્તાન એક એવો દેશ છે જેનો ઇતિહાસ જટિલ છે, જેની અર્થવ્યવસ્થા બલુચિસ્તાનના વિશાળ સંસાધનોના શોષણથી ચાલે છે, અને જેની સેનાએ આતંકવાદી જૂથોને પ્રોત્સાહન અને તાલીમ આપીને ક્યારેય ન સમાપ્ત થતા સંઘર્ષનું ચક્ર ચાલુ રાખ્યું છે." તેમણે ચેતવણી આપી કે એવું લાગે છે કે પાકિસ્તાન ફરી એકવાર ભારતમાં 1990 ના દાયકા જેવી અસ્થિર પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે તૈયાર છે.
'ભારતે ઇઝરાયેલની જેમ નિર્ણાયક કાર્યવાહી કરવી જોઈએ'
બલૂચ કાર્યકર્તાએ ભારપૂર્વક જણાવ્યું કે, "બલુચિસ્તાનમાં સંરક્ષણ વિશ્લેષકો એવા તારણ પર પહોંચ્યા છે કે પાકિસ્તાનનો આતંકવાદનો ત્યાગ કરવાનો કોઈ ઈરાદો નથી." તેમણે ભારતને સ્પષ્ટ સલાહ આપતા કહ્યું, "તેથી, જેમ ઇઝરાયલે કર્યું છે, દિલ્હીએ મોટા પાયે નિર્ણાયક કાર્યવાહી કરવાનું વિચારવું જોઈએ. ઇઝરાયલ એકસાથે ઘણા શક્તિશાળી દેશો પર હુમલો કરે છે, જ્યારે પાકિસ્તાન એક મહિના સુધી પણ ભારત સાથે સતત મુકાબલો સહન કરી શકશે નહીં. આથી, ભારત માટે પાકિસ્તાનના આતંકવાદી હુમલાઓથી શરૂ થયેલા આ સંઘર્ષનો નિર્ણાયક રીતે અંત લાવવો જરૂરી છે."
No Pakistan No Problem,
— Mir Yar Baloch (@miryar_baloch) November 15, 2025
Mir Yar Baloch
15 November 2025
Over seventy-eight years, the world has gained nothing from maintaining its relationship with Pakistan except terrorism, bloodshed, instability, nukes blackmailing tactics and the burden of supporting Pakistan’s failing… pic.twitter.com/eJnic1QwRN
અફઘાનિસ્તાનમાં લશ્કરી મથકો બનાવવાની માંગ
મીર યારે ભારત સરકાર સમક્ષ એક અસામાન્ય માંગ મૂકતા કહ્યું, "ભારતે અફઘાનિસ્તાનમાં લશ્કરી કાર્યવાહી શરૂ કરવા માટે બગ્રામ સહિત ઓછામાં ઓછા દસ (10) વધારાના હવાઈ મથકો (Airbases) બનાવવા જોઈએ." તેમણે ઉમેર્યું કે ભારતે અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રને સુરક્ષિત રાખવા અને પાકિસ્તાની હવાઈ હુમલાઓને રોકવા માટે ડિફેન્સ સિસ્ટમ્સ અને લાંબા અંતરની મિસાઇલો પણ પૂરી પાડવી જોઈએ.
બલુચિસ્તાન-અફઘાનિસ્તાનને ખુલ્લી મદદ
તેમણે ભાર મૂક્યો કે ભારતે હવે કટોકટીના ધોરણે બલુચિસ્તાન અને અફઘાનિસ્તાન, બંનેને ખુલ્લેઆમ રક્ષણાત્મક અને લશ્કરી સહાય પૂરી પાડવી જોઈએ. મીરે દિલ્હી અને કાબુલને સંયુક્ત રીતે "ભારત-અફઘાનિસ્તાન-બલુચિસ્તાન ત્રિપક્ષીય પરિષદ" નું આયોજન કરવા વિનંતી કરી, જેથી સળગતા મુદ્દાઓ પર ચર્ચા કરી શકાય અને પાકિસ્તાની સૈન્ય દ્વારા ચલાવવામાં આવતા આતંકવાદ અને પ્રોક્સી યુદ્ધોનો સામનો કરવાના રસ્તા શોધી શકાય.
'બલુચિસ્તાનની સ્વતંત્રતા જ શાંતિનો માર્ગ'
અંતમાં, મીરે કહ્યું કે બલૂચ નેતાઓને ભારતમાં સત્તાવાર રીતે આમંત્રણ આપવું એ "પાકિસ્તાનના દાયકાઓ જૂના આતંકવાદના શબપેટીમાં અંતિમ ખીલી" મારવા બરાબર હશે. તેમણે દાવો કર્યો કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કાયમી શાંતિ ત્યારે જ સ્થાપિત થઈ શકે છે જ્યારે બલુચિસ્તાન એક સ્વતંત્ર રાજ્ય બને.





















